News Portal...

Breaking News :

ગોરવામાં 7 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા યથાવત, લોકોએ નેતાઓના પોસ્ટર પાણીમાં ડૂબાડ્યા

2026-07-08 09:36:39
ગોરવામાં 7 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા યથાવત, લોકોએ નેતાઓના પોસ્ટર પાણીમાં ડૂબાડ્યા

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોરવા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વર્ષોથી યથાવત રહેલી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા સાત વર્ષથી વરસાદ પડતાં જ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.


સમસ્યાના વિરોધમાં મહિલાઓ સહિત સ્થાનિક રહીશોએ અનોખું પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય અને કોર્પોરેટરના પોસ્ટરો પાણીમાં ડૂબાડી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ દરમિયાન લોકોએ "અમે ડૂબ્યા, હવે તમેય ડૂબો" જેવા સૂત્રોચ્ચાર કરીને તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોએ માંગ કરી હતી કે દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે, જેથી વરસાદી મોસમ દરમિયાન લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

Reporter: admin

Related Post