News Portal...

Breaking News :

આ અઠવાડિયામાં સોનું-ચાંદી સસ્તાં થયા, સોનામાં ₹2,830 અને ચાંદીમાં ₹10,609નો ઘટાડો

2026-06-20 14:52:52
આ અઠવાડિયામાં સોનું-ચાંદી સસ્તાં થયા, સોનામાં ₹2,830 અને ચાંદીમાં ₹10,609નો ઘટાડો

આ અઠવાડિયામાં સોનું અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના તાજા આંકડા મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹2,830 ઘટીને ₹1.45 લાખ પર આવ્યો છે. ગયા અઠવાડિયે એટલે કે 13 જૂનના રોજ સોનાનો ભાવ ₹1.48 લાખ પ્રતિ 10 ગ્રામ હતો.

ચાંદીના ભાવમાં પણ આ અઠવાડિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ₹2.43 લાખ પ્રતિ કિલોથી ઘટીને ₹2.32 લાખ પ્રતિ કિલો પર આવ્યો છે. એટલે કે ચાંદીમાં કુલ ₹10,609નો ઘટાડો નોંધાયો છે.


ચાલુ વર્ષ દરમિયાન સોનું-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરી 2026ના રોજ વધીને ₹1.76 લાખના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ સોનાના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે અને હાલ સુધીમાં સોનું તેના ઓલ ટાઈમ હાઈથી આશરે ₹31 હજાર સસ્તુ થઈ ગયું છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વૈશ્વિક બજારમાં આવેલા ફેરફારો, ડોલરની ચાલ અને રોકાણકારોની બદલાતી વ્યૂહરચનાનો સીધો પ્રભાવ સ્થાનિક બુલિયન બજાર પર પડી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ સોનું-ચાંદીના ભાવમાં આવું જ ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post