News Portal...

Breaking News :

અલકાપુરીમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો

2026-06-20 14:03:06
અલકાપુરીમાં મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ અલકાપુરી મેઇન રોડ પર આવેલા શ્રીમ શાલિની મોલમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન દુકાનદારો અને વોર્ડ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, મોલમાં આવેલી એક જ્વેલર્સની દુકાન દ્વારા બહારના ભાગે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું ઓટલું તંત્રએ તોડી પાડ્યું હતું. સાથે જ અન્ય એક વેપારીએ મોલના જવા-આવવાના મુખ્ય માર્ગ પર વધારાનું શેડ ઊભું કરી ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પાલિકાની ટીમે આ દુકાનનું સીલ તોડી આગળની તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી.


કાર્યवाही દરમિયાન વેપારી અને પાલિકાના અધિકારી વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો ગરમાયો હતો. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી.

આ સમગ્ર બનાવને પગલે અલકાપુરી વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. મહાનગરપાલિકાની દબાણ શાખાની આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રના કડક વલણ તરીકે જોવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post