News Portal...

Breaking News :

ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં હલચલ: સરકારે ફરી બદલ્યા બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ

2026-06-16 12:02:38
ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં હલચલ: સરકારે ફરી બદલ્યા બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ


  • ગોલ્ડ-સિલ્વર માર્કેટમાં હલચલ: સરકારે ફરી બદલ્યા બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ
  • નવી દિલ્હી: સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં ફરી વધારો કરીને આયાતને વધુ મોંઘી બનાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ આ ફેરફારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.ખાસ વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ સરકારે સોના અને ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં ઘટાડો કરીને વેપારીઓ અને ગ્રાહકોને રાહત આપી હતી, પરંતુ હવે ફરીથી ભાવ વધારાનો નિર્ણય લેવાતા બજારમાં ચર્ચા જાગી છે.નવા દરો અનુસાર સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં પ્રતિ 10 ગ્રામ 5 ડોલરનો વધારો કરીને તેને 1,348 ડોલર પ્રતિ 10 ગ્રામ કરવામાં આવી છે. જ્યારે ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં પ્રતિ કિલોગ્રામ 83 ડોલરનો વધારો થતાં તેની કિંમત 2,175 ડોલર પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. ચાંદીમાં આશરે 4 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.સરકારના સૂત્રો અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને તેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પર પડતા દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    બિનજરૂરી આયાતને નિયંત્રિત કરવા અને વિદેશી ચલણની બચત માટે સરકાર છેલ્લા કેટલાક સમયથી આયાત સંબંધિત નિયમોમાં કડકાઈ લાવી રહી છે.આ પહેલા સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. હવે બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ વધતા આયાતકારો અને જ્વેલરી ઉદ્યોગ પર તેની સીધી અસર થવાની શક્યતા છે.આ ઉપરાંત સરકારે ચાંદીની આયાતના નિયમો પણ વધુ કડક બનાવ્યા છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા સ્પેસિફાઇડ સિલ્વર બાર્સને ‘ફ્રી’ કેટેગરીમાંથી હટાવી ‘રિસ્ટ્રિક્ટેડ’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. પરિણામે હવે ચાંદીની આયાત માટે સરકારી મંજૂરી અને લાયસન્સ ફરજિયાત બનશે.નિષ્ણાતોના મતે સરકારના આ પગલાંનો હેતુ આયાત પર નિયંત્રણ લાવવાનો અને દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવાનો છે, જોકે તેની અસર આગામી દિવસોમાં સોના-ચાંદીના સ્થાનિક ભાવો પર પણ જોવા મળી શકે છે.

    Reporter: admin

    Related Post