News Portal...

Breaking News :

ભીમ નાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળ્યો: વન વિભાગે તપાસ શરૂ કરી..

2026-06-16 11:22:42
ભીમ નાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળ્યો: વન વિભાગે તપાસ શરૂ કરી..

ભીમ નાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળ્યો: વન વિભાગે તપાસ શરૂ કરી..

ભીમ નાથ બ્રિજ ફાસ્ટ ટ્રેક કોર્ટ પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે એક મગરનું મૃતદેહ મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ નદીમાં મૃત મગર દેખાતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી સાધનોની મદદથી મગરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં પ્રાથમિક તપાસ માટે મૃત મગરને પી.એમ. માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ મગરના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં થોડીવાર માટે લોકોમાં કુતૂહલ અને ચિંતા જોવા મળી હતી. વન વિભાગે અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 

Reporter: admin

Related Post