લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે SVEEP અંતર્ગત જિલ્લા ગેસ એજન્સી ડીલરોને મતદાન જાગૃતિ અંગેના સ્ટીકરો ગેસ સિલિન્ડર પર લગાડવા માટે આપવામાં આવ્યા હતા. શ્રી રામ ગેસ એજન્સી ડીલર, અલકાપુરી, વડોદરા ખાતે મતદાન જાગૃતિ અંગેના સ્ટીકરો ગેસના સિલિન્ડર પર લગાડીને લીલી ઝંડી આપીને સિલિન્ડર વાળી ગાડીને ગ્રાહકો સુધી પોહચાડી તે દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો છે.
Reporter: News Plus