News Portal...

Breaking News :

પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ બે આરોપીઓની પાસા કરતી વડોદરા પોલીસ

2024-04-24 18:25:17
પ્રોહીબીશનના ગુનાઓમા સંડોવાયેલ બે આરોપીઓની પાસા કરતી   વડોદરા પોલીસ

પાસા – ૦૧ ગઇ તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ આરોપીએ વગર પાસ પરમિટે કપડાના થેલાઓ જેની અંદર અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની કુલ નંગ ૪૪ બોટલોમાં ૩૩ લીટર જેટલો ઇંગ્લીશ દારુ જેની કુલ કિ.રૂ.૧,૦૨,૦૦૦/- ગણાય તેમજ સદરી ઇસમ પાસેથી એક રીયલ મી કંપનીનો સિલ્વર કલરનો CSS RMX 3610 મોડલવાળો મોબાઇલ ફોન કિ.રૂ. ૯,૦૦૦/- તથા એક પર્પલ કંપનીનો નોકીયા કંપનીનો કી-પેડ વાળો મોબાઇલ ફોન જેની કિ.રૂ. ૨૨૦૦/- મળી એમ બે મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૧,૧૩,૨૦૦/ નો મુદ્દામાલ નો ઇંગ્લીશ દારૂ લઇ જતા અજય જગદીશ પટેલ, ઇન્દોર પકડાઇ ગયેલ હતો.     પાસા - ૦૨1. ગઇ તા.૦૬/૦૨/૨૦૨૩ ના રોજ આરોપીઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોલ નંગ-૩૭૨ કી.રૂ ૧,૭૮,૨૯૦ /- તથા હીરો કંપનીનુ સ્પેલેન્ડર GJ-06-KA-6904 કી.રૂ ૨૫૦૦૦/- તથા બજાજ કંપનીનુ મોટર સાયકલ નંબર-GJ-06-KF- 3195 કિ.રૂ ૮૦,૦૦૦/- તેમજ ફોર્ડ કંપનીની ફીગો કાર નંબર GJ-01-KC-8553 કી.રૂ.૨,૦૦,૦૦૦/- તેમજ ટાટા કંપનીની નેનો કાર નંબર GJ-06-EQ-2489 કી.રૂ ૮૦,૦૦૦/- નૂ દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરી કુલ્લે કીંમત-રૂ/- ૫,૬૩,૨૯૦/- ના મુદામાલ વગર પાસ પરમીટે રાખી નાસી જઇ ગુન્હો કરેલ હતો.2. ગઇ તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ આરોપીઓએ વગર પાસ પરમીટે માનવ સ્વાસ્થને હાનીકારક જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (વ્હિસ્કી, વાઇન, રમ, વોડકા) ૭૫૦ મીલીની કંપની શીલબંધ કુલ બોટલો ૮૫ કીમત રૂપિયા ૪૮,૪૦૦/- નો જથ્થો પોતાના કબ્જા ભોગવટા માલીકી વાળા મકાનમાં રાખી રેઇડ દરમ્યાન ઉપરોક્ત પ્રોહી મુદામાલ તેમજ અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૧ કીમત રૂપિયા ૫,૦૦૦/- તથા રહેણાક મકાનનુ લાઇટ બીલ કિ.રૂ ૦૦/૦૦ મળી કુલ્લે રૂપિયા ૫૪,૪૦૦/- ની મતા સાથે પકડાઇ જઇ જે દારૂનો જથ્થો અજય સિંધી રહે, વારસીયા ધોબી તળાવ પાસે વડોદરા શહેર મો.નં ૯૫૫૮૦૬૧૩૦૫ વાળા પાસેથી મંગાવી પોતાના મકાનમાં ગેર કાયદેસર વેચાણ કરવાના હેતુસર રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય જે બાબતે જે.પી. રોડ પો.સ્ટે. પાર્ટ-સી-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૩૦૦૫૧ ધી ગુજરાત નશાબંધી અધિનિયમ સને ૧૯૪૯ ની કલમ ૬૫(ઇ), ૮૧,૧૦૮ મુજબ તથા3. ગઇ તા.૨૨/૦૪/૨૦૨૪ ના રોજ આરોપીઓ પાસેથી માનવ સ્વાસ્થય માટે હાનીકારક ભારતીય બાનવાટનો વિદેશી દારૂનો જથ્થો મેળવી વેચાણ કરવાના ઈરાદે મોજે: ૧૦૧ સુંદરમ એપાર્ટમેન્ટ એસ.કે. ગાર્ડનની સામે વારસીયા વડોદરા શહેર ખાતે પોતાના ઘરમા વગર પાસ પરમીટે રાખી પોલીસ રેઈડ દરમ્યાન મકાનમાં રાખેલ વિદેશી દારૂ ભરેલ બંન્ને બ્રાંડની કુલ્લે બોટલ નંગ-૦૬ કિ.રૂ.૬૬૦૦/- તેમજ સદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ આપનાર બંન્ને ઇસમો પાસેથી મો.ફોન નંગ-૦૪ કિ.રૂ.૮૦૦૦/- તથા દારૂ વેચાણના રોકડા રૂ.૩૨૦૦/- તેમજ ગુનામાં વપરાયેલ એક ફોરવ્હીલર ગાડી જેની કિં.રૂ.૧,૩૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૪૭,૮૦૦/- નો મુદ્દામાલ ની સાથે મળી આવી પકડાઇ જઈ ત્રણેય ઈસમોએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હતો.

Reporter: News Plus

Related Post