વડોદરા : આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેંગ સ્ટર કલ્પેશ કાછીયાને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો બાદ જામીન પાત્ર ગુનો હોવાથી કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
ફ્રુટના વેપારીએ સંતોષ ઉર્ફે અકુ ભાવસાર પાસેથી વર્ષ 2012થી 2020 સુધી અલગ અલગ સમયે રૂ. 47 લાખ વ્યાજે લીધા હતા. જેમાં અત્યાર સુધીમાં વેપારીએ અલગ અલગ સમયે અત્યાર સુધીમાં આશરે પોણા બે કરોડ જેટલી રકમ ચુંકવી દીધી હોવા છતાં સંતોષ ભાવસાર રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે નવાપુરા પોલીસે સંતોષ ભાવસાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પુછતાછ હાથ ધરતા વ્યાજે આપેલા રૂપિયા કલ્પેશ ઉર્ફે કાછિયા અરવિંદભાઇ પટેલના હોવાનું ખુલ્યું હતુ. કલ્પેશનું નામ ખુલતાની સાથે જ પોલીસ ઘરપકડ ટાળવા સારૂ તે ફરાર થઇ ગયો હતો.
વડોદરા પી.સી.બીને ચોક્કસ માહિતી મળી હતી કે, કલ્પેશ દમણમાં છે, જેથી સ્થાનિક પોલીસને જાણ કરી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે તેને આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે દલીલો બાદ જામીન પાત્ર ગુનો હોવાથી કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો.
Reporter: admin