News Portal...

Breaking News :

ફ્રાન્સના લલિક મ્યુઝિયમમાં કરોડોની ચોરી, હાઈ સિક્યોરિટી વચ્ચે 40 લાખ યુરોના આભૂષણોની લૂંટ

2026-07-06 17:31:33
ફ્રાન્સના લલિક મ્યુઝિયમમાં કરોડોની ચોરી, હાઈ સિક્યોરિટી વચ્ચે 40 લાખ યુરોના આભૂષણોની લૂંટ

ફ્રાન્સના પ્રખ્યાત લલિક મ્યુઝિયમમાં રવિવારે વહેલી સવારે મોટી ચોરીની ઘટના સામે આવી છે. હાઈ સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં નકાબપોશ ચોરોએ મ્યુઝિયમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને કરોડો રૂપિયાના કિંમતી આભૂષણોની ચોરી કરીને ફરાર થઈ ગયા. આ ઘટનાએ ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, પૂર્વોત્તર ફ્રાન્સના વિંગેન-સુર-મોડર ખાતે આવેલા પ્રખ્યાત લલિક મ્યુઝિયમમાં સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે અંદાજે 5:30 વાગ્યે આ ઘટના બની હતી. નકાબપોશ ચોરોએ મ્યુઝિયમનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને સીધા જ આભૂષણ ગેલેરી સુધી પહોંચી ગયા.
ચોરોએ મ્યુઝિયમમાંથી અંદાજે 20 દુર્લભ ક્રિસ્ટલ આભૂષણોની ચોરી કરી હતી, જેની કિંમત અંદાજે 40 લાખ યુરો (લગભગ 40 કરોડ રૂપિયા) હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચોરીને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોરીથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આરોપીઓને ઝડપવા માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.


આ મોટી ચોરીની ઘટનાને પગલે મ્યુઝિયમ પ્રશાસને સુરક્ષાના કારણોસર લલિક મ્યુઝિયમને આગામી કેટલાક દિવસો સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Reporter: admin

Related Post