News Portal...

Breaking News :

પીએમ મોદીનું ઇન્ડોનેશિયા પ્રવાસ: રાષ્ટ્રપતિ પ્રબોવો કરશે સ્વાગત, ભારત-ઇન્ડોનેશિયા સંબંધો પર રહેશે ફોકસ

2026-07-06 17:18:51
પીએમ મોદીનું ઇન્ડોનેશિયા પ્રવાસ: રાષ્ટ્રપતિ પ્રબોવો કરશે સ્વાગત, ભારત-ઇન્ડોનેશિયા સંબંધો પર રહેશે ફોકસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. આ પ્રવાસ 6 થી 8 જુલાઈ સુધી ચાલશે અને તેનો મુખ્ય હેતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક, આર્થિક અને સંરક્ષણ સહકારને વધુ મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદીનું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીની આ ઇન્ડોનેશિયાની ચોથી મુલાકાત છે અને વર્ષ 2018માં બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ દરમિયાન બંને નેતાઓ વેપાર, સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા અને પ્રાદેશિક સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે તેમજ રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે યોગ્યાકાર્તામાં આવેલા પ્રસિદ્ધ પ્રમ્બાનન મંદિર પરિસરની મુલાકાત લેશે, જે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે.


સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગત અને લડાકુ વિમાનો દ્વારા કરવામાં આવેલા વિશેષ સન્માનના દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અથવા વિશ્વસનીય પુષ્ટિ સામે આવી નથી.

Reporter:

Related Post