News Portal...

Breaking News :

ફ્રાન્સમાં જીવલેણ ગરમીનો કહેર, રેકોર્ડ હીટવેવ વચ્ચે મૃત્યુઆંકમાં લગભગ 30%નો વધારો

2026-07-04 11:30:16
ફ્રાન્સમાં જીવલેણ ગરમીનો કહેર, રેકોર્ડ હીટવેવ વચ્ચે મૃત્યુઆંકમાં લગભગ 30%નો વધારો

યુરોપમાં ચાલી રહેલી રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ફ્રાન્સમાં હીટવેવ જીવલેણ સાબિત થઈ રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, જૂનના અંતમાં આવેલા સૌથી ગરમ સપ્તાહ દરમિયાન દેશમાં મૃત્યુઆંકમાં લગભગ 29.1 ટકા વધારો નોંધાયો છે.
સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, 22 જૂનથી શરૂ થયેલા સપ્તાહમાં અગાઉના સપ્તાહની સરખામણીએ અંદાજે 2,025 વધારાના મોત નોંધાયા હતા. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાનું મુખ્ય કારણ અસહ્ય ગરમી અને હીટવેવ છે.

ફ્રાન્સની હવામાન વિભાગ Météo-Franceના જણાવ્યા અનુસાર, વર્ષ 1947થી રેકોર્ડ રાખવાની શરૂઆત પછીનો આ સૌથી ગરમ જૂન મહિનો રહ્યો છે. 17થી 30 જૂન દરમિયાન દેશના 40 ટકાથી વધુ વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું.

અતિશય ગરમીને કારણે વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. સરકાર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની, પૂરતું પાણી પીવાની અને ગરમીથી બચવાના ઉપાયો અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે યુરોપમાં સતત વધી રહેલી હીટવેવની ઘટનાઓ જલવાયુ પરિવર્તનના વધતા પ્રભાવ તરફ સ્પષ્ટ સંકેત આપે છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ વધુ ગંભીર બની શકે છે.

Reporter: admin

Related Post