વડોદરા શહેરના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા છેલ્લા બાર વરસ થી રાવપુરા માહિતી ખાતા માં આવેલી પત્રકારોની કચેરીમાં કથાનું આયોજન થાય છે જેમાં તમામ મીડિયા કર્મીઓ ભેગા મળીને પ્રસાદી તેમજ કથાનું આયોજન કરતા આવ્યા છે
આ દરમિયાનમાં મોટી સંખ્યામાં શહેરના તમામ મીડિયા કર્મી ભેગા થતા હોય છે તદુપરાંત ગોત્રી ઇસ્કોન મંદિરથી શ્રી ભગવાન જગન્નાથજી ની યાત્રા શરૂ થાય છે જે રાત્રિ દરમિયાન રેલ્વે સ્ટેશન પાસે રાત્રે વિસામો આપવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી સવાર ના સમય બાદ કાર્યકરમ રાબેતા મુજબ શરૂ થાય ત્યારે માહિતી વિભાગની કચેરી પાસે બપોરના ચાર વાગ્યાના સમયમાં યાત્રા પહોંચતી હોય છે એવી જ રીતના આ વખતે પણ તમામ મીડિયા કર્મીઓએ ખૂબ જ ભવ્ય પૂર્વક યાત્રાનો સ્વાગત કર્યો હતો
જેમાં આયોજન કરનાર રૂપેશ ચોક્સી સંતોષ કહાર,અપૂર્વ ચોકસી સુરજ સોલંકી જ્યારે તીસરી આંખ ન્યુઝ ચેનલના તંત્રી દિપક આઈરે તેમજ રાજેશ આયરે
અને અન્ય મીડિયા કર્મીઓ દ્વારા પુષ્પવર્ષા કરી ભગવાનનો સ્વાગત કર્યો હતો.
Reporter: News Plus