News Portal...

Breaking News :

પહેલીવાર શહેર ભાજપ સીઆર પાટીલના જન્મદિનને ભુલી ગયું.

2025-03-17 09:58:52
પહેલીવાર શહેર ભાજપ સીઆર પાટીલના જન્મદિનને ભુલી ગયું.


સંગઠનના 3 મહામંત્રી પણ મૂંગા રહીને નવા શહેર પ્રમુખને સલાહ ના આપી તે નવાઇની વાત...
ભાજપના પૂર્વે પ્રમુખે વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં 70 વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ શરુ કરાશેની પ્રદેશ અધ્યક્ષને ભેટ આપી હતી...





સાંસદ, ધારાસભ્ય અને નેતાઓ ભૂલ્યા...
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંચય મંત્રી સી.આર.પાટીલના 70માં જન્મદિનને શહેર ભાજપ ભુલી ગયું હતું અને કોઇ જ કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો. શહેર ભાજપમાં ચાલતી જૂથબંધીનો આ પુરાવો છે અને નવા શહેર પ્રમુખ બન્યા પછી જુનુ સંગઠન નવા શહેર પ્રમુખને કોઇ જ માહિતી ના આપતું હોવાનું કે માર્ગદર્શન પણ ના આપતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 



આમ તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો જન્મદિવસ હોય ત્યારે શહેર ભાજપના હરખપદૂડા નેતાઓ કોઇને કોઇ કાર્યક્રમ યોજે જ છે. દર વર્ષે સી.આર.પાટીલના જન્મદિને કાર્યક્રમ યોજાય છે પણ આ વખતે 70નમો જન્મદિન હોવા છતાં શહેર ભાજપ દ્વારા કોઇ જ કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો. જો કે પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે પ્રદેશ અધ્યક્ષનું સપનું પૂરું પાડવાના પ્રયત્ન શરૂ કર્યા છે. C R Paatil ના ૭૦ માં જન્મદિવસ નિમિતે વડોદરા મહાનગરમાં જુદાજુદા વિસ્તારમાં ૭૦ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના પ્લાન્ટ શરૂ કરવા માટે વડોદરા શહેરના પૂર્વ અઘ્યક્ષ Dr.Vijay Shah દ્વારા કેચ ધ રેન ટીમની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફેરેન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.પણ નવા શહેર પ્રમુખે સી.આર.પાટીલના જન્મદિન નિમીત્તે કોઇ જ કાર્યક્રમ યોજ્યો ન હતો.ચાલો માની લઇએ કે નવા પ્રમુખ ડો.જયપ્રકાશ સોની નવા છે. રાજકારણમાં પણ તેઓ નવા છે અને શહેર સંગઠન કઇ રીતે ચાલે છે તે સહિતની માહિતી હજુ તેઓ મેળવતા હશે પણ તેમનું સંગઠન માળખું તો જુનુ છે ને. જુના સંગઠનના માળખામાંથી કોઇએ પણ તેમને જાણ ના કરી કે દર વર્ષે સી.આર.પાટીલનો જન્મદિન શહેર ભાજપ દ્વારા ઉજવાય છે તો આજે પણ ઉજવવો જોઇએ.  સંગઠનના 3 મહામંત્રી પણ મૂંગા રહીને નવા શહેર પ્રમુખને સલાહ ના આપી તે નવાઇની વાત છે. શહેર સંગઠનની જૂથબંધીનો પરચો અત્યાર સુધી નવા શહેર પ્રમુખને મળી જ ગયો હશે પણ આ કાર્યક્રમ યોજવાની સલાહ ના આપીને મહામંત્રીઓએ પણ પુરવાર કરી દીધું કે તેઓ જૂથબંધીની અસરમાં છે.

Reporter: admin

Related Post