વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષની ડાયરીઓ છપાવવામાં આવી હતી. જો કે તે છાપવામાં વિલંબ થયા બાદ આચાર સંહિતાના કારણે તેનું વિતરણ કરવામાં આવ્યું ના હતું. અંતે ચૂંટણી પૂર્ણ થતા ગુરુવારથી તેનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ ડાયરી છપાવવામાં આવે છે જો કે તેનું સમયસર વિતરણ કરવામાં આવતું નથી. આ વર્ષે પણ ડાયરી છપાવવામાં વિલંબ થયા બાદ ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગઈ અને તેથી અડધું વર્ષ પૂર્ણ થઇ ગયું ત્યારે ડાયરીના વિતરણનું મુહૂર્ત નીકળ્યું છે. ગુરુવારથી પાલિકાના દરેક કોર્પોરેટરને ડાયરીઓ પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2024 ની ડાયરીઓ દરેક કોર્પોરેટરના ઘરે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus