શહેરમાં પોતાની મમ્મીથી ત્રાસી જઈ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવા તૈયાર થઇ ગયેલા એક યુવાનને શી ટિમ જિંદગી હેલ્પલાઇન દ્વારા કાઉન્સિલિંગ કરી આત્મહત્યા ન કરવા સમજાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેર શી-ટીમ ટ્રેનીંગ અને કાઉન્સેલીંગ સેન્ટર ખાતે જીંદગી હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં 5 જૂનના રોજ રાતે પોલીસ ભવન ખાતે એક અરજદાર રાહુલભાઇ ચંદુભાઇ રજવાડી ઉ.વ 25 નામનો યુવક આવ્યો હતો. અને તેને પોતાની મમ્મી હેરાન કરે છે અને તેની સહનશક્તિની હદ આવી ગઈ છે તેમ જણાવી તે ડિપ્રેશનમાં આવી ગયો હોવાની કેફિયત રજુ કરી હતી. અને તેને ડિપ્રેશનમાં આવી જતા જિંદગી ટૂંકાવી લેવા આત્મહત્યા કરવાના વિચાર આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ યુવાનને જીંદગી હેલ્પલાઇનના મહીલા કર્મચારીઓ દ્વારા સાંભળી તેઓને સાંત્વના આપી તેઓનુ કાઉન્સેલીગ કરી તેઓને શાંત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ જે.પી.રોડ પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ને જાણ કરી પી.સી.આર 19 ને શી-ટીમ ખાતે બોલાવી સદર યુવકને જે.પી પોસ્ટે લઇ જવામાં આવ્યો અને ત્યા પણ તેઓનુ કાઉન્સેલીંગ કરી સાંત્વના આપવામાં આવી હતી. જે બાદ યુવાને જણાવ્યું હતું કે થોડા સમય માટે વિચારહિન થઇ ગયો હતો અને આત્મહત્યાના નકારાત્મક વિચારો ઘેરી વળ્યાં હતા. જીંદગી હેલ્પલાઇન વિશે યાદ આવતા તેઓ માર્ગદર્શન માટે શી-ટીમ ઓફિસ ખાતે ગયા હતા. અને હાલ પોતાને સારૂ મહેસુસ થતુ હોય હવે પોતે આત્મહત્યાના વિચાર ન કરી પરિસ્થિતીનો સામનો કરશે તેમ જણાવ્યું હતું.
Reporter: News Plus