News Portal...

Breaking News :

ફિફા વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ-32 પૂર્ણ, મિસ્ર, આર્જેન્ટિના અને કોલંબિયાની જીત; આજે શરૂ થશે રાઉન્ડ ઓફ-16

2026-07-04 10:11:41
ફિફા વર્લ્ડ કપમાં રાઉન્ડ ઓફ-32 પૂર્ણ, મિસ્ર, આર્જેન્ટિના અને કોલંબિયાની જીત; આજે શરૂ થશે રાઉન્ડ ઓફ-16

ફિફા વર્લ્ડ કપ 2026 હવે વધુ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયો છે. રાઉન્ડ ઓફ-32ના તમામ મુકાબલા પૂર્ણ થતાં હવે રવિવારથી રાઉન્ડ ઓફ-16ની શરૂઆત થશે, જ્યાં ટીમો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટક્કર આપશે.

રાઉન્ડ ઓફ-32ના અંતિમ દિવસે રમાયેલા ત્રણ મહત્વપૂર્ણ મુકાબલામાં મિસ્ર, આર્જેન્ટિના અને કોલંબિયાએ જીત મેળવી આગળનો રસ્તો સુનિશ્ચિત કર્યો હતો.

મિસ્રે ઓસ્ટ્રેલિયા સામેની કાંટાની ટક્કરમાં ઇતિહાસ રચ્યો હતો. નિયત સમય અને વધારાના સમય બાદ સ્કોર 1-1ની બરાબરી પર રહેતા મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી લેવાયો હતો. તેમાં મિસ્રે 4-2થી જીત મેળવી પ્રથમ વખત વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં વિજય નોંધાવ્યો હતો.
બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કેપ વર્ડે સામે સંઘર્ષભરી જીત મેળવી હતી. વધારાના સમયમાં આર્જેન્ટિનાએ 3-2થી વિજય મેળવી રાઉન્ડ ઓફ-16માં પ્રવેશ કર્યો હતો અને મોટો ઉલટફેર ટાળ્યો હતો.

અંતિમ મુકાબલામાં કોલંબિયાએ ઘાનાને 1-0થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું.
હવે રાઉન્ડ ઓફ-16માં સૌથી વધુ ચર્ચિત મુકાબલો મિસ્ર અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. ઉપરાંત અન્ય ટીમો પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે સંપૂર્ણ જોર લગાવશે, જેના કારણે આગામી દિવસોમાં વર્લ્ડ કપનો રોમાંચ વધુ વધવાની શક્યતા છે.

Reporter: admin

Related Post