News Portal...

Breaking News :

દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ફીવર સર્વે હાથ ધરાયો

2024-07-18 21:15:50
દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ફીવર સર્વે હાથ ધરાયો




*ચાંદીપુરમથી ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને વધુ જોખમ* 
 *સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, માખી બને છે* 
દાહોદ : ચાંદીપુરમ વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. નવા વાયરસને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરાયું છે. જિલ્લામાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને કેસ પણ જોવા મળ્યો નથી. 
ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરમ વાયરસના કેસ મળ્યા છે ત્યારે દાહોદમાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ વધારવામા આવ્યું છે. આ વાયરસ મુખ્યત્વે ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને શિકાર બનાવે છે, જેથી વાલીઓ સાવધાની રાખે તે જરૂરી છે. વાયરસને લઈને જિલ્લા અત્યારે ખુબ જ તંત્ર સતર્ક બન્યું છે.
સેન્ડફ્લાય એક એવુ જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઇંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં તે રહે છે.



 *વાયરસનો ઈતિહાસ :* વર્ષ ૧૯૬૬ માં આ વાયરસનો પ્રથમ
કેસ મહારાષ્ટ્રના નાગપુર નજીકના ચાંદીપુર વિસ્તારમાં દેખાયો હતો,  જેથી કરીને તેનું નામ ચાંદીપુરમ રાખવામાં આવ્યું છે. મુખ્યત્વે આ વાયરસના કેસો આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૬ અને ૨૦૧૯ મા કેસ જોવા મળ્યા હતા. ચાંદીપુરમ વાયરસ આર.એન.એ. વાયરસ છે જે મોટેભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાતો હોય છે. આ વાયરસનાં ભોગ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે અને તેનો મૃત્યુદર સૌથી વધુ છે.
 *ચાંદીપુરમ તાવના લક્ષણો* 
    • બાળકને સખત તાવ આવવો
* ઝાડા થવા - ઉલ્ટી થવી
*  ખેંચ આવવી
* અર્ધભાન કે બેભાન થવું.
 *તકેદારી* : ચાંદીપુરમ વાયરસમાં
એન્સેફિલાઇટીસ નામનો તાવ આવે છે માટે જ્યારે બાળકોને પ્રારંભિક તબક્કામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ અને જરૂરી રીપોર્ટ કરાવવા જોઈએ. આ વાયરસનાં ફેલાવો મચ્છર તેમજ સેન્ડફ્લાય એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે માટે માખીનો નાશ કરવો જરૂરી છે.
 


ચાંદીપુરમ રોગોથી બચવાના ઉપાયો* 
" ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલછિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.
 વધુમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમએ દાહોદ જિલ્લાની તમામ સ્કૂલો અને આંગણવાડી ખાતે આઇ.ઇ.સી. કરવી અને બાળકોને માહિતગાર કરવા શાળા અને આંગણવાડીમાં IEC માં જણાવ્યા મુજબ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને સારવાર લેવા જણાવ્યું છે.
જે અંતર્ગત આરોગ્ય ટીમ દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ,તેમજ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને ચાંદીપુરમ વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post