વડોદરા: શહેરમાં વધી રહેલા ગુનાઓને રોકવા પોલીસ કમિશનરની સૂચનાથી તમામ પોલીસ મથકો સક્રિય બન્યા છે અને કુખ્યાતોને સીધાદૌર કરવા એક્શનમાં જોવા મળી રહ્યા છે.

ત્યારે ફતેગંજ પોલીસે બાતમીના આધારે બે શંકાસ્પદ ઈસમ સની સિંહ અને સની જાદવને નવાયાર્ડ થી નિઝામપુરા ચાર રસ્તા જતા રસ્તે રોકી તાપસ કરતા તેમની પાસેથી પિસ્તોલ મળી આવી હતી.સની સિંહ અને સની જાદવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે તેઓ પિસ્તોલ સાથે કેમ ફરી રહ્યા હતા તેને લઇ ફતેગંજ તપાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Reporter: admin