વડોદરામાં અકોટા બેઠકના દિવ્યાંગ મતદાન મથક ખાતે વૃદ્ધ મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન, કહ્યું અમે ભલે ચાલી ન શકીએ પણ મતદાન તો કરીશું... સુરેશભાઈ ભાવસાર
કોઈ ગરમી તો કોઈ આળસનું બહાનું કરીને વોટિંગ કરવાનું ટાળતા હોય છે ત્યારે અકોટા લોકસભા બેઠકના વડોદરાના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ લાકડી કે વ્હીલચેરની મદદથી મતદાન મથકો સુધી પહોંચી મતદાન કરી અન્યોને પ્રેરણા આપી છે. આ દિવ્યાંગ અને વૃદ્ધોની ચૂંટણી તંત્રના સ્ટાફ અને પોલીસે ખૂબ મદદ કરી હતી. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દિવ્યાંગ મતદાતાઓએ કહ્યું કે, અમે ભલે ટેકે ચાલતાં હોઈએ પરંતુ ચૂંટણી બાદ સરકાર સતત દોડતી રહેશે. તેના માટે જ અમે મતદાન કર્યું છે.
પ્રથમ વખત મતદાન કરતા રોહને કહ્યું "ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"-
વડોદરા લોકસભા બેઠક શ્રેયસ સ્કૂલ માંજલપુર ખાતે પ્રથમ વખત મતદાન કરવા માટે યુવા મતદારોનો પણ ખૂબ ક્રેઝ જોવા મળ્યો હતો. યુવા મતદાર રોહન કહે છે કે હું પ્રથમ વખત મતદાન કરી રહ્યો છું જેનો મને ગર્વ છે. મારા જીવનનો પ્રથમ મત લોકશાહીને મજબૂત કરવા માટે આપ્યો હતો. વડોદરા લોકસભા બેઠક પર મહત્તમ યુવા મતદારો એ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વને ઉત્સાહ ભેર ઉજવ્યું હતું.
*"જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન"- ધ્યાન પટેલ*
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડોદરા મધર્સ સ્કૂલ ખાતે દિવ્યાંગ મતદાન મથકોમાં યુવા મતદારોનો ઉત્સાહ અદ્વિતીય હતો. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાર ધ્યાન પટેલ કહે છે કે, જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન. દરેક મતદાન મથકો પર વ્યવસ્થા ઘણી સારી હતી. લોક તંત્રના આ મહાઉત્સવમાં સૌ મતદારોએ તેમની પ્રાથમિક જવાબદારી નિભાવવી જોઈએ તથા યુવા મતદારએ તો ચોક્કસ મતદાન કરવું જોઈએ.
Reporter: News Plus