લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય

ભુજના જમીન કૌભાંડમાં નિવૃત્ત આઇએએસ પ્રદીપ શર્માની સાથે અતાપીવાળા સંજય શાહની પણ સંડોવણી હતી અને સંજય શાહ તથા પ્રદીપ શર્મા સામ ઇડીએ તપાસ શરુ કરી છે. અને 5.92 કરોડની સ્થાવર જંગમ મિલકત જપ્ત કરાઇ છે. પ્રદીપ શર્માએ સંજય શાહને સરકારી જમીનની લ્હાણી કરી હતી અને સરકારી જમીન પર રહેણાંક પ્લોટ તરીકે સંજય શાહે વિકસાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંજય શાહની કુંડળી જોતાં પોતે વગદાર મંત્રીના સબંધી હોવાની છાપ ઉભી કરીને સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યે રાખ્યા હતા અને તે હવે કૌભાંડો કરતા કરતા છેક ભુજ સુધી પહોંચી ગયા હતા.
અલગ અલગ કોન્ટ્રાક્ટો સરકાર પાસેથી મેળવીને સરકારનો લાભ લઇ લીધો છે. ક્યૂબ કન્સ્ટ્રક્શનના બિલ્ડર સંજય છોટાલાલ શાહની અગાઉ ધરપકડ પણ કરાઇ હતી. વડોદરાના આત્મજ્યોતિ આશ્રમ પાસે રહેતા સંજય શાહની ધરપકડનો મામલો કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સાથે જોડાયેલો છે. પ્રદીપ શર્મા અને તત્કાલીન નાયબ કલેકટરે સત્તાનો દુરુપયોગ સંજય છોટાલાલ શાહને મલિન ઇરાદાથી ભુજ વિકાસ સત્તા મંડળની જમીનની રહેણાંક ઝોનમાં સમાવેશ થતો હોય જમીન મળવા પાત્ર છે. અભિપ્રાય છતાં સરકારી જમીન ખેતીની લાગુ તરીકે ગણીને મંજૂર કરી બાદમાં રહેણાંકના હેતુ માટે બિનખેતીનો હુકમ કર્યો હતો. જેના આધારે થયેલી તપાસ દરમ્યાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. 2004માં બિલ્ડર સંજય છોટાલાલ શાહ નામે અનઉચિત લાભ લેવાના હેતુથી ગુનાહિત કાવતરું રચવાની સાથે સાથે સત્તાનો દૂર ઉપયોગ કરી જમીન લાગુ તરીકે મંજૂર કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. પરિણામે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા અને સંજય શાહની ધરપકડ થઈ હતી. કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, તત્કાલીન નાયબ કલેક્ટર અને બિલ્ડર સંજય છોટાલાલ શાહ સામે ફરિયાદ બાદ પૂછપરછ થઈ હતી અને પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની અટકાયત થઇ હતી. સીઆઇડી ક્રાઈમની ટીમે વડોદરાના બિલ્ડર સંજય કુમાર છોટાલાલ શાહને ગાંધીનગર પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યાંથી તેમની અટક કરી ભુજ લાવીને અદાલતમાં રજૂ કરી બે વખત રિમાન્ડ પણ મેળવ્યા હતા.લાંબો સમય જેલવાસ ભોગવ્યા બાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા.

મોટા ગજાનાં મંત્રીના નામે દર વખતે બચી જાય છે...
ટ્રાન્સ ક્યૂબ બાદ અતાપી વન્ડર લેન્ડ સહિત અનેક પ્રોજેક્ટમાં સંજય શાહની સત્તા પક્ષે તરફદારી કરી લાભ પહોંચાડ્યો હોવાની ફરિયાદો અગાઉ ઉઠી હતી. પરંતુ ટોચના નેતાના નામે દરેક વખતે બચી જનાર સંજય શાહ આ વખતે બરોબરના ભેરવાયા છે અને તેમની સામે ઇડીની તપાસ શરુ થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે.
વડોદરા,તાંદલજાની સહકાર નગર આવાસ યોજનામાં શું થયું?2017થી બે વાર ખાતમૂહુર્ત થયા,પ્રોજેક્ટ ખોરંભે..
સંજય શાહ સરકારી કોન્ટ્રાક્ટ લઇને ચૂનો ચોપડવામાં ફાવટ છે. ભુજમાં જમીન કૌભાંડ કર્યું તેમ વડોદરામાં પણ તેણે તાંદલજા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવસ યોજના અંતર્ગત સહકારનગર યોજના શરુ કરવાના નામે કોન્ટ્રાક્ટ લીધો હતો. પણ સહકાર નગર યોજના હજુ સુધી સાકાર થઇ શકી નથી.સ્થાનિક ભ્રષ્ટ નેતાઓ પણ યેનકેન સંજય સાથે જોડાયેલા છે.ઈડીની તપાસમાં નામ ખુલી શકે છે.

Reporter: admin