ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. જ્યારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિ.મી. ઊંડે હતું.
તાજેતરમાં હરિયાણામાં સળંગ 8 દિવસમાં અનેક ભૂકંપ
બુધવાર-ગુરુવારે રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપ આવ્યો હતો અને ગુરુવારે બપોરે, ઝજ્જરમાં ભૂકંપને કારણે ધરાં ધ્રુજી ઉઠી હતી. હરિયાણાના રોહતકમાં ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી અને ઝજ્જરમાં ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. જોકે, આ બંને ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
Reporter: admin







