ડભોઇ: અહીંની પતંગોની ગુજરાતના અનેક શહેરોમાં ડભોઇ ના અનેક કારીગરો પતંગ બનાવી વરસભરની આજીવિકા મેળવે છે.
ડભોઇ દર્ભાવતી નગરી એટલે કલાનગરી અહીંયા વર્ષો પહેલા અનેક સાહિત્યકારો, કવિઓ, કલાકારીગરો અને કલા કસબીઓની આ કર્મભૂમિ તેમજ જન્મભૂમિ ગણાય છે. દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે. જેમાં કેટલાય પરિવારો સંકળાયેલા છે. તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે. જિલ્લામાં તેમજ બીજા રાજ્યોમાં ડભોઇની બનાવેલી પતંગો વેપારીઓ લઈ જતા હોય છે. ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિના ત્રણ માસ અગાઉથી ડભોઇના કેટલાય કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઇ જાય છે. તેઓ રાત દિવસ એક કરી તનતોડ મહેનત સાથે પતંગોની અવનવી ડિઝાઇનો બનાવી તે તૈયાર કરે છે.
આમ ત્રણ માસ સુધી સ્ટોક કરવામાં આવે છે.ડભોઇ નગરમાં વર્ષોથી ચાલી આવતી આ પ્રથા હાલ તે ઓની પેઢીઓની પેઢીઓ કરતી આવી છે. આમ ડભોઇ એટલે કવિઓની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે. ભક્ત કવિ દયારામભાઈ ડભોઇમાં આવી રહ્યા હતા. અને તેમને સારા એવા પદો તથા પુસ્તકો લખ્યા હતા. આજે તેમની યાદમાં ભક્ત કવિ દયારામ બાળ પુસ્તકાલય આવેલું છે. તેમનું સ્મારક પણ ડભોઇ ખાતે શણગારવાડી પાસે મૂકવામાં આવેલ છે. આમ દર્ભાવતી નગરી સાહિત્યકારો, કલાકારો, કવિઓ, કલાકારીગરો જેવા કલા કસબીઓની આ કર્મભૂમિ તરીકે આજે પણ ભારત દેશમાં પ્રસિદ્ધ છે. વર્ષો અગાઉ ડભોઇ નગરમાં નાનાજી ખત્ર ભાગોળ વાલાપરિવાર પતંગ બનાવવામાં પ્રસિદ્ધ હતો. પરંતુ આ પરિવાર તે વ્યવસાય બંધ કરતાં બીજા અનેક પરિવારો પતંગ બનાવીને એટલે કે તેને ગૃહ ઉદ્યોગ કરી પોતાનું જીવન જીવી રહ્યા છે. ડભોઇના ચાંદભાઈ દરૂવાળા પોતાના પરિવાર સાથે છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી હાલ પતંગો બનાવી રહેલ છે. તેઓની અનેરી કારીગરીથી વિવિધ જાતોની પતંગો બનાવે છે.
Reporter: admin