News Portal...

Breaking News :

બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ડાયમંડ જ્યુબિલી ઉજવણીનો શુભારંભ કરાયો

2024-12-30 14:18:02
બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે ડાયમંડ જ્યુબિલી ઉજવણીનો શુભારંભ કરાયો


બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના વડપણ હેઠળ પ્રજાપિતા બ્રહ્માકુમારીની સેવાના ગુજરાતમાં સેવા કાર્યના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી વર્ષ ઉજવણી વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. 


આ સંસ્થા ૧૯૩૬માં દાદા લખીરાજએ સિંઘ હૈદરાબાદથી  ૩૮૦ સેવાભાવી લોકોથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી. આજે સમગ્ર ભારતમાં ૫૫૦૦ સેન્ટરો ધરાવતુ એકમાત્ર  સેવા સંસ્થા દુનિયાના ૧૪૦ દેશમાં કાર્યરત છે. જેમાં ગુજરાતમાં ૪૭૪ સેન્ટરોમાં જ ૨૦૦૦ સમર્પિત બહેનો સેવા આપી રહી છે. આ આધ્યામિક સંસ્થા ગુજરાતમાં ૧૯૬૫માં અનેક પ્રતિકૂળ સંજોગો અને સામાજીક ગેરમાન્યતાઓ સાથે અને નવા નવા પડકારોનો સામનો કરીને શરૂ થઈ હતી. આજે આ આઘ્યામિક અને સામાજીક સેવાઓ જેવી કે વ્યસનમુક્તી, મહિલા સશક્તિકરણ, બાળવિકાસ, ખેડૂત શિબિર, યુવા સંસ્કાર જેવા અનેક સામાજિક કાર્યો વચ્ચે ગુજરાતમાં ૬૦ વર્ષની ડાયમંડ જ્યુબીલી ઉજવણી કરવા જઈ રહ્યું છે.અમદાવાદ મણિનગર સબઝોન ડાયરેક્ટર બ્રહ્મા કુમારી રાજયોગિની નેહા દીદીખાસ ઉપસ્થિતિ રહી ડાયમંડ જ્યુબીલીની ઉજવણીનો પ્રારંભ દીપ પ્રગટાવી કાર્યો હતો. એ સમયના જૂના સંસ્મરણો વાગોળતા દીદીએ જણાવ્યું કે, આજે ગુજરાતભરમાં અમારી ૧૩ સબઝોન સાથે ૪૭૪ જેટલા બ્રહ્માકુમારી સેન્ટરો અને ૩૦૦૦ સબ સેન્ટરો સાથે સામાજીક ઉત્થાન માટે સતત કાર્યરત છે. 


અમારી સંસ્થા આજે વિશાળ વટવૃક્ષ બની છે. અને  સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતા અને માનવતાનો સંદેશો આપી રહી છે.આ ડાયમંડ જયુબેલી ના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા એ ભારત સરકારના નાર્કોટિક્સ વિભાગ સાથે ખાસ નશામુકિતના એમઓયું  કરવામાં આવ્યા છે. જેથી ભારતભરમાં અમારી બ્રહ્માકુમારીઝ સેન્ટરો દ્વારા વ્યસનમુક્તિ નું વર્ષ દરમ્યાન અભિયાન ચલાવવામાં આવશે. દેશનું યુવા ધન અવળા માર્ગે ના જાય અને દેશના વિકાસમાં ભાગીદાર બને એ હેતુથી પરમાત્માના વિશિષ્ટ મૂલ્યો અને આદર્શો પર ચાલે જેથી એમનું જીવન પણ ઉત્થાન પામે. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ના દરેક વ્યક્તિ બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી ભાઈ બહેન તરીખે ઓળખાય છે. બાબાના જીવન મૂલ્યો સિધ્ધાંતો દ્વારા તેમણે તેમના જીવનને આધ્યાત્મિકતા અને નૈતિકતાનું જીવંત ઉદાહરણ બનાવ્યું હતું. અને તે આદર્શોને અનુસરીને સંસ્થાએ આજે સમગ્ર વિશ્વમાં ગૌરવનું સ્થાન મળ્યું છે.અને બ્રહ્મા કુમારીઓની ૬૦ વર્ષની સેવાઓનો સુવર્ણ ઇતિહાસ પણ સંક્ષિપ્તમાં વર્ણવ્યો હતો, અટલાદરા સેવા કેન્દ્રના ડો, અરુણા બહેને તમામ ભાઈ-બહેનોને ડાયમંડ જ્યુબિલી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. બી.કે.નંદા દીદીએ તમામ ભાઈઓ અને બહેનોને ડાયમંડ જ્યુબિલી વર્ષના શ્રેષ્ઠ લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવા માટે ત્રણ શુભ સંકલ્પો કર્યા અને દરેકના સહકાર અને નિશ્ચય માટે હાકલ કરી હતી. આ પ્રસંગે શહેરના ડે, મેયર ચિરાગ ભાઈ બારોટ, અજય રાંકા ચેરમેન જાઓડેક્સ ગ્રુપ, પ્રેમરાજ કશ્યપ ચેરમેન અને એમડી ડોનમેટ, નીતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી, ડૉ. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી, જીતેન્દ્રભાઈ ચાર્લે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ગ્રુપ, કેતનભાઈ શાહ આર્કિટેક્ટ અને વિમલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી બહેનોએ અને નેહા દીદીએ તમામ મહાનુભાવોને ખેસ પહેરાવીને તિલક કરી સન્માન કર્યું હતું. તમામ બ્રહ્મા કુમારી ભાઈ-બહેનોને હીરા જયંતિ નિમિત્તે થર્મોકોલ પર ડિઝાઈન કરેલ હીરા આપીને પોતાનું જીવન હીરા જેવું બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. અને ઉત્સાહ સાથે ફુગ્ગા ઉડાડીને ભગવાન શિવને નવા સ્વરૂપે પ્રગટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.દરેક વ્યક્તિએ આત્મ-સુધારણા માટે આત્મનિરીક્ષણ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો દ્રઢ સંકલ્પ લીધો. સેવા કેન્દ્રના સહ-નિર્દેશક બી.કે.પૂનમ બહેનએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Reporter: admin

Related Post