News Portal...

Breaking News :

ગલ્ફ દેશોમાં અટવાયેલા વડોદરાવાસીઓ માટે ડૉ. હેમાંગ જોષીની અપીલ

2026-03-02 13:19:30
ગલ્ફ દેશોમાં અટવાયેલા વડોદરાવાસીઓ માટે ડૉ. હેમાંગ જોષીની અપીલ


આંતરરાષ્ટ્રીય હવાઈ કટોકટી વચ્ચે સાંસદ ઓફિસ સક્રિય, કેન્દ્ર-રાજ્ય સરકારના સહકારથી રાહત પ્રયાસો તેજ



જરૂરી વિગતો સાથે 77788 26034 હેલ્પલાઇન પર સંપર્ક કરવા વિનંતી, મુશ્કેલીમાં મુકાયેલા પ્રવાસીઓને તાત્કાલિક સહાયનો વિશ્વાસ
ડૉ. હેમાંગ જોષીની વડોદરાવાસીઓને અપીલ હાલ માં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઉદભવેલી હવાઈ મુસાફરીની કટોકટીના કારણે વડોદરા જિલ્લાના વિવિધ યાત્રીઓની ગલ્ફ દેશોમાં અટવાયા ના સમાચાર કાર્યકર્તાઓ તથા મતદારોના માધ્યમ થી મળી રહ્યા છે. મારા તથા મારા કાર્યાલય દ્વારા ખુબજ નજીક થી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રયાસ થઈ રહ્યા છે તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ સારી મદદ મળી રહી છે. વડોદરા જિલ્લાના બીજા કોઈ પ્રવાસીને આ બાબતે કોઈ પણ સેવાની જરૂરિયાત હોય તો આપની અથવા આપના પરિવાર જન ની વિગત નીચે મુજબ ના ફોરમેટમાં જણાવેલ નંબર પર અમને મોકલી આપશો. 




સાંસદ ઓફિસ હેલ્પ લાઇન: 77788 26034
- પ્રવાસી નું નામ:
- હાલ જે દેશ માં અટવાયા હોય એ દેશ:
- ⁠ફ્લાઇટ ડીટેલ:
- ⁠પાસપોર્ટ નંબર: 
- ⁠કુલ પ્રવાસીઓ ની સંખ્યા: 
- ⁠વડોદરા માં રહેતા સંબંધી નું નામ:
- ⁠સંબંધી નો મોબાઈલ નંબર :
- ⁠વડોદરા નું સરનામું:

Reporter: admin

Related Post