ચાર દિનકી ચાંદની ફીર અંધેરી રાત જેવુ પાલિકાનુ દબાણ હટાવો અભિયાન
બે દિવસ દબાણો હટાવ્યા બાદ પાણીગેટ માંડવી રોડ , ન્યાયમંદિર પહેલા જેવી જ પરિસ્થિતિ રોડ ઉપર સ્ટેચ્યુ અને પદમાવતી પાસે દબાણો
બે દિવસમાં જ ફૂટપાથ અને રોડ પર ફરી ગેરકાયદેસર દબાણો;
ચાર દરવાજા વિસ્તારમાં કાર્યવાહી માત્ર દેખાવ પુરતી?..
દબાણ શાખા અને પોલીસની હાજરી છતાં કોઈ ભય નહીં; ટીમ જતા જ બેથી ત્રણ કલાકમાં જ દુકાનો અને લારીઓ ફરીથી રસ્તા પર, નાગરિકોમાં રોષ.

શહેરમાં દબાણ હટાવાનું માત્ર નાટક જ કરવામાં આવે છે. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમનો કે પોલીસનો કોઈ ડર દબાણ કરનારાઓમાં જોવા મળતો નથી. એટલે જ એક વાર દબાણ શાખાની ટીમ દબાણ હટાવે કે તરત જ બે-થી ત્રણ કલાકમાં દબાણો ફરી યથાવત થઈ જાય છે.ચાર દરવાજા વિસ્તારમાં તો દબાણ શાખાની ટીમ આવે તેની આગોતરી જાણ થઈ જતી હોય તેમ દબાણ કરનારાઓ થોડા સમય માટે દબાણ હટાવી લે છે અને ટીમ ખાલી લટકણીયા હટાવીને જતી રહે છે. ત્યારબાદ ફૂટપાથ સુધી દબાણો ફરીથી થઈ જાય છે. આ બાબત દરેક વડોદરાવાસી નરી આંખે જુએ છે, પરંતુ પાલિકાની દબાણ શાખાની ટીમ જાણે જોઈ શકતી નથી.
ચાર દરવાજામાં પોલીસની હાજરી પણ હોય છે, પરંતુ પોલીસ માત્ર નો-પાર્કિંગ કરનારાઓ, હેલ્મેટ વગરના વાહનચાલકો અથવા રોંગ સાઇડ ચાલનારાઓ ઉપર જ નજર રાખે છે, જાણે દબાણ હટાવવાની કામગીરી તેમની જવાબદારીમાં આવતી જ નથી. “ચાર દિવસની ચાંદની, ફરી અંધેરી રાત” જેવી પાલિકાની દબાણ હટાવો અભિયાનની સ્થિતિ જોવા મળે છે.બે દિવસ દબાણો હટાવ્યા બાદ પાણીગેટ માંડવી રોડ અને ન્યાયમંદિર રોડ પર ફરી પહેલા જેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. રોડ પર સ્ટેચ્યુ અને પદ્માવતી પાસે દબાણો ફરી યથાવત થઈ ગયા છે.
Reporter:







