News Portal...

Breaking News :

શિશુ ગરબા મહોત્સવમાં ચોથા દિવસે રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

2025-09-26 13:15:20
શિશુ ગરબા મહોત્સવમાં ચોથા દિવસે રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા


વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ માં ચોથા દિવસે ખૈલેયાઓ મન મુકીને ગરબાના તાલે ઝુમ્યા હતા. ગરબામાં રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



આસો સુદ એકમ  થી શારદીય નવરાત્રી નો પ્રારંભ થઇ ગયો છે ત્યારે દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે. વડોદરામાં નવરાત્રી પર રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ સુભાનપુરા ખાતે શિશુ ગરબાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ - જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પ્રતિ વર્ષે શિશુ ગરબા મહોત્સવનું આયોજન ઝાંસી કી રાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે આ વર્ષે પણ શિશુ ગરબા મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોથા નોરતે  ખેલૈયાઓને ગરબાની રમઝટ  માંડી હતી શિશુ ગરબા રાજકીય શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જય પ્રકાશ સોની મહામંત્રી રાકેશ સેવક જશવંત સોલંકી વોર્ડ નં.૯ના પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ પ્રમુખ પ્રમુખ લખધીરસિંહ ઝાલા કોંગ્રેસના વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર બાળુસુર્વે, અલ્પાબેન પટેલ, કંચનરાય, નરવીર સિંહ ચુડાસમા સહિત રાજકીય અગ્રણીઓ સહિત મહાનુભવ ઉપસ્થિત રહ્યા 


ઉપસ્થિત મહાનુભાવનો શિશુ ગરબા મહોત્સવના આયોજકો રાજેશ આયરે, શ્રીરંગ આયરે દ્વારા તેમને  સ્મૃતિચિન્હ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીના દર્શન કરી નવ દુર્ગા આરતી કરવામાં આવી. શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે,આયોજક રોનક આયરે, દિપક આયરે,પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે આયરે પરિવાર તેમજ જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ અને શીશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાનો ઉત્સાહ વધારે હતો. શિશુ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાનો કલાકારો ગરબાની રમઝટ જમાવી હતી.મોટી સંખ્યામાં ખેલૈયાતથા માઈભક્તો ગરબાના તાલે ઝુમ્યા હતા.

Reporter: admin

Related Post