ગુજરાત અસામાજિક પ્રવૃતિ પ્રતિબંધક ધારા-૧૯૮૫ અને પાસા એક્ટની કલમ ૯(૧) મુજબ જયદીપ સુમનભાઈ પટેલ, હાલ રહે. નર્મદા વસાહત, સૂર્યા હોટલની સામે, સયાજીગંજ, વડોદરા શહેર, મૂળ રહે. વાપી ટાઉન, હરિયા હોસ્પિટલ પાસે, તા. વાપી, જિ. વલસાડનાએ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની હેરાફેરી સહિત વિવિધ અસામાજિક પ્રવૃતિઓ આચરતા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજથી પાસા હેઠળ દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે અન્વયે કલેક્ટરશ્રીના હુકમ અનુસાર પોલીસ દ્વારા તા. ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ અટકાયત કરીને ‘પાલારા (ભુજ) ખાસ જેલ‘ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
Reporter: News Plus