News Portal...

Breaking News :

BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટને સ્થગિત રાખવાની માગણી

2025-06-13 16:51:10
BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટને સ્થગિત રાખવાની માગણી


વડોદરા : અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે. ત્યારે સમગ્ર દેશ આઘાતમા સરી પડ્યો છે ત્યારે બરોડા ક્રિકેટ એસો. દ્વારા બીપીએલ ટુર્નામેન્ટ યથાવત રાખવામાં આવી છે જેની શહેરના ક્રિકેટ રશિયાઓ એ પણ ટીકા કરી છે. 



અગાઉ જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તે સમયે ipl ટુર્નામેન્ટને થોડા દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ બરોડા ક્રિકેટ એસો.ના સત્તાધીશો અમદાવાદમાં પ્લેન ક્રેશ ની ઘટનાને નજર અંદાજ કરી દીધી છે  અને બીપીએલ ટુર્નામેન્ટને યથાવત રાખવામાં આવી છે. બરોડા ક્રિકેટ હિત રક્ષક સમિતિ દ્વારા BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટ ને સ્થગિત રાખવાની માગણી કરી છે.BCA ને શરમ આવવી જોઇએ આખો દેશ જ્યારે ઘેરા શોક માં  ગરકાવ છે ત્યારે આ લોકો ને જલસા દેખાય છે .ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના સર્જાઈ એમા કુલ 275 જેટલા લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે, પ્રધાન મંત્રી , કેન્દ્રીય ગૃહ મંત્રી પણ પોતાના કાર્યક્રમો રદ કરી ને અમદાવાદ આવી પહોંચ્યા હતા. 


ગઈ કાલે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નો પણ વડોદરા ખાતે કાર્યક્રમ હતો એ પણ રદ કરવામાં આવ્યો હતો, જોકે આખા ગુજરાતમાં ગઈ કાલે અનેક લોકો એ એમના ઘરેલુ પ્રોગ્રામ બંધ રાખી ને મૃતકો ને શ્રદ્ધાંજલી આપી. પરંતુ સત્તા ના જોરે છકી ગયેલ BCA એ BPL ટ્રોફી નું અનાવરણ કર્યું, અને વડોદરા જેને સંસ્કારી નગરી કહેવાય છે તેને લાંછન લગાડ્યું છે આ બાબત ને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઇએ. અને તાત્કાલિક અસરથી BCA પ્રમુખ તથા સભ્યો ને બરતરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો અમારી માંગણી નહી સંતોષાય તો આવનારા દિવસોમાં અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું.તેમબરોડા ક્રિકેટ હિત રક્ષક સમિતી એ જણાવ્યું છે.

Reporter: admin

Related Post