વડોદરા : સબ ઓફીસર (ફાયર)ની સીધી ભરતીથી થતી ભરતી પ્રક્રિયા રદ્દ કરી સીનીયોરીટી મુજબ સૈનિકો અને સર સૈનીકોને બઢતી આપવા બાબતે કોર્પોરેશન ખાતે એકત્ર થઈ રજૂઆત કરી હતી.
વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગની સીધી ભરતી કરવા અંગેની જાહેરાત પાડેલ છે. અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગ ખાતે સૈનિકો અને સર સૈનિકો છેલ્લા ઘણા વખતથી પોતાની ફરજો બજાવી રહ્યા છે. કોરોના કાળ હોય કે પછી આગ-અકસ્માત, પુર, ધરતી કંપ વાવાઝોડુ, બિલ્ડીંગ કોલેપ્સ વિગેરે જેવી આકસ્મિક દુર્ઘટનાંઓમાં તેમજ વડોદરા શહેર બહાર પણ જરૂર પડે ત્યારે ફાયરનાં સૈનીકો અને સર સૈનિકો ખડે પગે પોતાની સેવાઓ બજાવે છે. હાલ વડોદરા શહેરમાં જુલાઈ તેમજ ઓગષ્ટ માસમાં પુરની પરિસ્થિતિનું સર્જન થયેલ હતુ જેમાં સૈનિકોએ પોતાના જાનની પર્વા કર્યા વગર વડોદરા શહેરનાં નાગરીકોની જાન બચાવી છે અને જ્યાં ન પહોંચી શકાય તેવી જગોએ પહોંચી શહેરનાં નાગરીકોને જરૂરી સેવાઓ પુરી પાડેલ છે.
અને આવી સેવાઓ ફાયર સૈનીકો અવિરત આપતા હોય છે. આવી અવિરત સેવાઓ આપવા છતા અમોને બઢતી ન મળે અને સબ ઓફીસર (ફાયર)ની જગ્યા બહારથી ભરવામાં આવે તો અમો કર્મચારીગણ અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે.ગુજરાત સરકારનો ગૃહવિભાગનાં પોલીસ સંવર્ગમાં એ.એસ.આઇ.(વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી રદ્દ કરી કર્મચારીઓનાં હિતમાં પ્રમોશન આપી બઢતી આપવામાં આવે છે. જે અંગેવિનંતી કે અગ્નિ શમન અને તાત્કાલિક સેવા વિભાગનાં આવા જાંબાઝ ફાયર સૈનીકો અને સર સૈનિકો ને તેઓની સીનીયોરીટી આધારે પ્રમોશન આપી સબ ઓફીસર (ફાયર)ની જગ્યાઓ ભરવામાં આવે.
Reporter: admin