News Portal...

Breaking News :

સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય

2025-05-17 14:14:26
સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય


દિલ્હી : સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે હવે દેશની રાજકીય પાર્ટીઓ એકસાથે ઊભી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે એક મોટું વ્યૂહનૈતિક પગલું ભરતા સાત પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. 



આ પ્રતિનિધિ મંડળનો હેતુ સ્પષ્ટ છે કે, આતંકવાદને લઈને ભારતની ‘ઝીરો ટૉલરન્સ’ નીતિનો સામાન્ય સંદેશ દુનિયા સુધી પહોંડવો. ખાસ વાત એ છે કે, આ અભિયાનમાં તમામ પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ છે, જેનાથી એ સ્પષ્ટ સંકેત જાય છે કે, આતંકવાદ મુદ્દે ભારત એકજૂટ છે.સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરી આ વિશે જાણકારી આપી છે. જેમાં લખ્યું, ‘સૌથી મહત્ત્વના સમયે ભારત એકજૂટ હોય છે. સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ ભાગીદાર દેશોની મુલાકાત કરશે અને આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો અમારો સંદેશ ત્યાં લઈ જશે. આ રાજકારણથી ઉપર અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક છે.


આ પ્રતિનિધિમંડળો આ મહિનાના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને અન્ય મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદોમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભારતીય જનતા પાર્ટી), સંજય કુમાર ઝા (જનતા દળ યુનાઇટેડ), બૈજયંત પાંડા (ભારતીય જનતા પાર્ટી), કનિમોઝી કરૂણાનિધિ (દ્રવિડ મુનેત્ર કઝગમ-ડીએમકે), સુપ્રિયા સુલે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ-NCP) અને શ્રીકાંત એકનાથ શિંદે (શિવસેના)નું નામ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રતિનિધિમંડળ અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, કતર અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોની યાત્રા કરશે.

Reporter: admin

Related Post