વડોદરા: નંદેસરી વિસ્તારના શિવાજી નગર સોસાયટીમાં રહેતા રાજવીરસિંહ છત્રસિંહ સિંધા પર પાંચથી છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરો કોઈ અંગત અદાવત રાખીને રાજવીરસિંહના ઘરે પહોંચ્યા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં રાજવીરસિંહને હાથ-પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હુમલાના કારણો તેમજ સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઘાયલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
Reporter: admin







