જૈન સમાજના પાંચ જેટલા ઈસમો દ્વારા મેળાપીપણાથી પૂર્વ આયોજિત નાણા પડાવાનું કાવતરું??
ડભોઇ: નાદોદી ભાગોળ પાસે આવેલા જૈન સમાજનું સાર્વજનિક પાંજરાપોળ સન 1953 થી આવેલું છે,અને ટ્રસ્ટની ઘણી બધી મિલકતો પણ હોય ટ્રસ્ટીઓની નિમણૂક વિજયદેવસુરી જૈન સંઘ ઠરાવે તે મુજબ ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં ચાર થી પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોના ખાતા પણ આવેલા છે. જૈન સમાજના પાંચ જેટલા ઈસમો એ એકબીજાના મેળાપીપણાથી પૂર્વ આયોજિત કાવતરું કરીને હડપી જવા તથા નાણા પડાવા સારું ખોટા અને કીમતી બનાવતી દસ્તાવેજો ઉભા કરી અને પોતે પ્રમુખ સેક્રેટરી ટ્રેઝર અને ટ્રસ્ટી તરીકેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરાતા ભેગા મળી ગુનાહિત કાવતરું રચતા પાંચ વિરોધમાં ડભોઇ પોલીસમાં ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાતા જૈન સમાજમાં ચકચાર મચી જવા પામી હતી.
ડભોઇ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઇ નાદોદી ભાગોળ પાસે આવેલા સાવૅજનીક પાંજરાપોળના ટ્રસ્ટી મેહુલ કુમાર હસમુખભાઈ શાહ એ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં રાકેશ કુમાર નવીનચંદ્ર જૈન દુષ્યંતકુમાર જે.શાહ જીગ્નેશકુમાર એન શાહ શૈલેષકુમાર જીવનલાલ શાહ દીશાક પંકજકુમાર શાહ કુલ પાંચ વિરોધ એકબીજાના મેળાપણામાં ટ્રસ્ટ સમગ્ર વહીવટ પોતાના હસ્તકે કરવા તેમજ ટ્રસ્ટની તમામ મિલકતો તેઓના હસ્તે લેવાના ઇરાદે પુરવા આયોજિતારો પૈકી એક થી પાંચના ટ્રસ્ટી તરીકે ગુજરાત પબ્લિક ટ્રસ્ટની કલમ 22 મુજબ નો રિપોર્ટ સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા વિભાગ ખાતે રજૂ કરી તેના આધારે તેમજ એકનંબર ના મતદારે પોતાના ઘરનુ લાઈટ બિલ રજુ કરી પાનકાર્ડમાં નામ તથા સરનામા નો સુધારો કરાવી નંબર એકના ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ડભોઇનું પોતાના ઘરના સરનામા વાળું લેટરપેડ બનાવી તે લેટરપેડ થકી પાનકાર્ડમાં નામ તથા સરનામા નો સુધારો કરાવી નંબર એકના ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ડભોઇનું પોતાના ઘરના સરનામા વાળું લેટરપેડ બનાવી તે લેટરપેડ ઉપર પોતે ટ્રસ્ટી હોવાના કન્સૅન લેટર તૈયાર કરી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ડભોઇના ટ્રસ્ટ તરીકે સહી કરી પાંજરાપોળના નામે બેન્ક ખાતા આવેલા હોય જે ખાતાઓ ભારત સરકારના દર્પણ પોર્ટલ ઉપર શ્રીડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટના ઓફિસ બેરર ની વિગતમાં પ્રમુખ તરીકે રાકેશ કુમાર નવીનચંદ્ર જૈન તથા દુષ્યંતકુમાર જે. શાહ તથા સેક્રેટરી તરીકે જીગ્નેશકુમાર અને ટ્રેઝરર તરીકે શૈલેષકુમાર તથા દીશાક કુમારને મેમ્બર અને નરેશ ચંદ્ર ને ટ્રસ્ટી તરીકે દર્શાવી ઇ-મેલ આઇડી તથા મોબાઇલ નંબર 97 27 97 0 40 6 નો ઓનલાઈન કરાવી લેટરપેડ બનાવી તેની ઉપર ટ્રસ્ટી તરીકે સહી કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે સરકારી કચેરીઓમાં રજૂ કરી ટ્રસ્ટની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુનો કર્યો હોય આ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની નિમણૂક વિજય દેવસુરી જૈન સંઘ ડભોઇ જૈન સંઘ શામળાજીની શેરી જૈન વાગાના ઠરાવે તે મુજબ ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે ટ્રસ્ટ નામે પાંચ વિવિધ બેન્કોમાં ખાતા ધરાવે છે આ પાંચેય એકબીજાના મેળાપીપણાથી પૂર્વ આયોજીત કાવતરું રચી ટ્રસ્ટની મિલકતો હડપી જવા તથા નાણા પડાવવા સારું ખોટા અને કિંમતી બનાવટી દસ્તાવેજો ઉભા કરી તથા ભેગા મળી ગુનાહિત ગુનાહિત કાવતરું રચી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: admin