News Portal...

Breaking News :

કરોડોની ટેન્સાઇલ જમીનનો કબજો સંજય પટેલે પરત લીધો

2026-06-14 10:08:47
કરોડોની ટેન્સાઇલ જમીનનો કબજો સંજય પટેલે પરત લીધો


કરોડોની ટેન્સાઇલ જમીનનો કબજો સંજય પટેલે પરત લીધો

વડોદરાનાં માંજલપુર ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીની જમીન પચાવી પાડવાનાં હાઈપ્રોફાઈલ કેસમાં આજે ફરિયાદી સંજય પટેલે એક્શન મોડમાં આવીને મોટો સપાટો બોલાવ્યો છે. ગઈકાલે આ કેસમાં કૂટચિહ્નિત દસ્તાવેજો બનાવનાર ભાવેશ અમીનનાં ત્રણ સાગરીતો કિશોર સુરતવાલા, જયમીન ગાંધી અને સમીર શાહની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી તથા તપાસની શરૂઆત કરવામાં આવી છે. આ ત્રણ સાગરીતો પકડાતા જ મુખ્ય સૂત્રધારોમાં ફફડાટ મચી ગયો છે. આજે ક્રાઈમ બ્રાંચે વિદેશ ભાગી ગયેલા બિલ્ડર ભાવેશ અમીનને ભારત ડિપોર્ટ કરવા અથવા એરપોર્ટ પર જ દબોચી લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે નાસતા ફરતા અમિત શાહના આજના તાજા લોકેશન મેળવી તેને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. બીજી તરફ, ફરિયાદી અને જમીનના કાયદેસરનાં હક્કદાર સ્નેહદીપ કોર્પોરેશનના સંજયકુમાર વલ્લભદાસ પટેલે મોટો સપાટો બોલાવીને વિવાદિત જગ્યા પરથી ગુંડા તત્વોને ખદેડી મૂક્યા છે. સંજય પટેલે પોતાની ખાનગી સિક્યોરિટી એજન્સીનાં હથિયારધારી જવાનો તૈનાત કરીને જગ્યાનું કાયદેસર પજેશન પોતાની પાસે લઈ લીધું છે અને ત્યાં માલિકીનાં બોર્ડ મારી દીધા છે.ફરિયાદી સંજય પટેલે જણાવ્યું કે, "આ લોકોએ પહેલા સંપૂર્ણ ફ્રોડ કરીને અને બનાવટી કાગળો ઊભા કરીને જગ્યા પર ગેરકાયદેસર રીતે ભાડૂતી ગુંડાઓ ઘુસાડી દીધા હતા. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો અને કાયદાકીય સકંજો કસાયો, ત્યારે પકડાઈ જવાના ડરે આ શખ્સોએ કોર્ટમાં પણ એવું જૂઠું નિવેદન આપ્યું કે અમે પજેશન લીધું જ નહોતું! આ તેમનું કોર્ટ સમક્ષ આચરેલું બીજું મોટું ફ્રોડ છે. કોર્ટમાં તેઓ કોઈ કાયદેસરનું લખાણ આપી શક્યા નથી. તેથી આજે મેં અમારી સિક્યોરિટી મૂકી જગ્યા પર પજેશન મેળવી લીધું છે."

સંજય પટેલનો આજનો સનસનાટીપૂર્ણ આક્ષેપ, આરોપીઓએ કોર્ટમાં પણ બીજું ફ્રોડ કર્યું

આ લોકોએ પહેલા સંપૂર્ણ ફ્રોડ કરીને અને બનાવટી કાગળો ઊભા કરીને જગ્યા પર ગેરકાયદેસર રીતે ભાડૂતી ગુંડાઓ ઘુસાડી દીધા હતા. પરંતુ જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો અને કાયદાકીય સકંજો કસાયો, ત્યારે પકડાઈ જવાના ડરે આ શખ્સોએ કોર્ટમાં પણ એવું જૂઠું નિવેદન આપ્યું કે અમે પજેશન લીધું જ નહોતું! આ તેમનું કોર્ટ સમક્ષ આચરેલું બીજું મોટું ફ્રોડ છે. કોર્ટમાં તેઓ કોઈ કાયદેસરનું લખાણ આપી શક્યા નથી. તેથી આજે મેં અમારી સિક્યોરિટી મૂકી જગ્યા પર પજેશન મેળવી લીધું છે.


સંજય પટેલ, ફરિયાદી
કઈ રીતે કૌભાંડ આચરાયું?
આ ગુનાહિત કાવતરાની વિગતો તપાસીએ તો, માંજલપુર ગામની રેવન્યુ સર્વે નંબર 428/1, ફાઈનલ પ્લોટ નંબર 150 વાળી આ કરોડોની જમીનનો વિવાદ મુંબઈ હાઈકોર્ટના આર્બિટ્રેશનમાં સહીઓ થઈ ગઈ હોવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના હડપ કરવાનો કારસો રચાયો હતો. મુખ્ય આરોપી અમિત મુકેશ શાહે કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હોવા છતાં કંપનીના લેટરહેડનો દુરુપયોગ કર્યો હતો. સુરેશ રાજપૂત અને કિશોર સુરતવાલાએ બોગસ મીટિંગો બતાવી શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીનના માણસ ભૂમિષ્ઠ મકવાણાના નામે નકલી લીઝ ડીડ બનાવી હતી. આ નકલી લીઝ ડીડ પર નરેશ રાણા અને મહેશ પટેલે સાક્ષી તરીકે સહીઓ કરી હતી અને કંપનીનો નકલી સિક્કો મારીને તેને સાચો બતાવી જમીન ખાલી કરાવવા ગુંડા મોકલ્યા હતા.


નાસતા ફરતા અમિત શાહને પકડવા ઠેરઠેર દરોડા
આ ગુનામાં વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયેલા બિલ્ડર ભાવેશ અમીનની ચોક્કસ કુંડળી મેળવીને તેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ-ગુજરાતમાં સતત આશ્રયસ્થાનો બદલતા અમિત શાહનાં આજના લાઈવ મોબાઈલ ટાવર લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમો સતત તપાસ કરી રહી છે. અમિત શાહ ગમે ત્યારે પોલીસનાં સકંજામાં આવી શકે છે.

Reporter: admin

Related Post