પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંત અંગે મોટું નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે ફીફા વર્લ્ડ કપ 2026 તેમના માટે છેલ્લો વિશ્વ કપ સાબિત થશે. સ્પેન સામેની મહત્વપૂર્ણ મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડોએ પોતાના ભવિષ્ય અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.
લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું કે ફીફા વર્લ્ડ કપ 2026 તેમનો અંતિમ વિશ્વ કપ રહેશે. તેમણે જણાવ્યું કે, "હું આ ટૂર્નામેન્ટની દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણવા માંગું છું, કારણ કે આ મારો છેલ્લો વિશ્વ કપ હશે. જોકે, હું આશા રાખું છું કે આ મારી છેલ્લી મેચ સાબિત નહીં થાય."
રોનાલ્ડોના આ નિવેદનથી વિશ્વભરના ફૂટબોલ ચાહકોમાં ભાવનાત્મક માહોલ સર્જાયો છે. તાજેતરમાં બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારે પણ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ હવે રોનાલ્ડોના સંભવિત વિદાયના સમાચાર રમતજગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની કારકિર્દીમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને વિશ્વ ફૂટબોલના મહાનતમ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. ફૂટબોલ ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે રોનાલ્ડો તેમના અંતિમ વિશ્વ કપમાં પણ યાદગાર પ્રદર્શન કરશે.
Reporter: admin







