અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કમલજિત લખતરીયા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી પાસે 16 કરોડ રૂપિયાની રકમના ખર્ચના કોઈ પુરાવા નથી. ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે પ્રોફેસર કમલજીત લખતરીયાની ધરપકડ કરી હતી.ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર પ્રોફેશ્નલ કોર્સમાં કાર્ટોગ્રાફર અજય દાસે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગમાં કો.ઓર્ડિનેડર તરીકે 29 ડિસેમ્બર 2015થી ચાર્જ સંભાળતા હતાં. જ્યારે તેઓ કોમ્પ્યુટર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.
ત્યારે તેમની પાસે વિદ્યાર્થીઓની ફી સહિતની વહિવટી ફરજો હતી. એનીમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા. ખાનગી કંપનીઓને નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70% એનિમેશન વિભાગને લેવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કો-ઓર્ડીનેટરની હતી. તેમણે ફાઈનાન્સનું મેનેજમેન્ટ કરવા માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલરની એપૃવલ મેળવીને કલોલમાં કોટક મહિન્દ્રા બેંકની બ્રાંચમાં સાત ખાતા ખોલાવ્યા હતાં.
Reporter: admin