વડોદરા: શહેર માં રખડતા ઢોરો સામે કોર્પોરેશનની કામગીરી દરમિયાન અવારનવાર ઘર્ષણના બનાવ બનતા હોય છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે બનેલા બનાવમાં પોલીસે ગોપાલકની ધરપકડ કરી સુભાનપુરાની બીએસએનએલ ઓફિસમાં ગાયો ગંદકી કરતી હોવાની ફરિયાદ મળતા કોર્પોરેશનની ટીમ ગાયો પકડવા ગઈ હતી. જે દરમિયાન બે ગાય પકડાતા એક ગાયનું દોરડું કાપી ગોપાલક યુવક અને તેની માતા છોડાવી ગયા હતા.

આ બનાવ દરમિયાન થયેલી ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે બાબતે ગોરવા પોલીસે ગુનો નોધી ગોપાલક ભાવેશ ફુલાભાઈ રબારી(નંદાલય હવેલી પાસે, ધરમપુરા-હરીપુરા,ગોત્રી)ની ધરપકડ કરી છે

...

Reporter: admin