News Portal...

Breaking News :

કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂત, ભાજપની ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર

2024-10-25 13:56:53
કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂત, ભાજપની ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર


વાવ : વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. 


આજે કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું. ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારી છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી દીધી છે.લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. 


જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.

Reporter: admin

Related Post