ફિફા વર્લ્ડ કપ બાદ અને ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ વચ્ચે હવે રમતપ્રેમીઓ માટે કોમનવેલ્થ ગેમ્સ-2026નો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાનારી આ રમત સ્પર્ધામાં વિશ્વભરના ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે.
કોમનવેલ્થ ગેમ્સ-2026ની શરૂઆત 23 જુલાઈથી થશે અને આ રમતોત્સવ 2 ઓગસ્ટ સુધી ચાલશે. ભારતીય સમય મુજબ વિવિધ ઈવેન્ટ્સ બપોરે લગભગ 1:30 વાગ્યાથી શરૂ થશે.
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન, હોકી, કુસ્તી, ક્રિકેટ અને શૂટિંગ જેવા કેટલાક મહત્વના ખેલોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ રમતોમાં ભારતનો મેડલ રેકોર્ડ સારો રહ્યો હોવાથી આ વખતે ભારતના મેડલની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
તેમ છતાં ભારતીય ખેલાડીઓ પર દેશવાસીઓની નજર રહેશે. રમતપ્રેમીઓ કોમનવેલ્થ ગેમ્સ-2026નું લાઈવ પ્રસારણ ભારતમાં સોની નેટવર્કની ચેનલો પર જોઈ શકશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ઉપલબ્ધ રહેશે.
કોમનવેલ્થ ગેમ્સ-2026ની મહત્વની વિગતો:
- * શરૂઆત: 23 જુલાઈ 2026
- * સમાપન: 2 ઓગસ્ટ 2026
- * સ્થળ: ગ્લાસ્ગો, સ્કોટલેન્ડ
- * લાઈવ ટેલિકાસ્ટ: સોની નેટવર્ક
- * લાઈવ સ્ટ્રીમિંગ: સોની લિવ એપ
Reporter: admin







