વડોદરાના કીર્તિ મંદિર ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા ‘ક્લિક-13’ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ફોટો જર્નાલિસ્ટ્સ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી વિવિધ તસવીરોનું આ પ્રદર્શનમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનનું ઉદ્ઘાટન સમરજીત ગાયકવાડ, વડોદરાના નામાંકિત વ્યક્તિઓ તેમજ ઇસ્કોન મંદિરના મહંતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફોટોગ્રાફી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને ફોટોગ્રાફીના રસિકો ઉપસ્થિત રહ્યા હતા.
‘ક્લિક-13’ પ્રદર્શનમાં જીગ્નેશ જોશી, વલ્લભભાઈ શાહ, રણજીતભાઈ સુર્વે, કમલેશ સુર્વે, ભુપેન્દ્રભાઈ રાણા, ચંદન ગીરી અને ધર્મેશભાઈ જોબનપુત્ર સહિતના ફોટોગ્રાફરો દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો રજૂ કરવામાં આવી છે.

આ ફોટોગ્રાફી પ્રદર્શન 19, 20 અને 21 ઓગસ્ટ દરમિયાન કીર્તિ મંદિર ખાતે ખુલ્લું રહેશે. વડોદરાની જનતાને આ અનોખા ફોટોગ્રાફી પ્રદર્શનની મુલાકાત લઈ તસવીરોનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.





Reporter: admin







