News Portal...

Breaking News :

સિટી પોલીસ દ્વારા “મોનસુન પૂર્વ તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ” વર્કશોપ યોજાયો

2026-06-07 11:04:58
સિટી પોલીસ દ્વારા “મોનસુન પૂર્વ તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ” વર્કશોપ યોજાયો


સિટી પોલીસ દ્વારા “મોનસુન પૂર્વ તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ” વર્કશોપ યોજાયો

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે અને આગામી 10 દિવસમાં ગુજરાતમાં પણ તેની દસ્તક થવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા સિટી પોલીસ દ્વારા સંપૂર્ણ પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ, પૂર, જર્જરિત મકાનો ધરાશાયી થવા અથવા લેન્ડસ્લાઇડ જેવી આપત્તિજનક પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સે ફોર્સ (NDRF), સ્ટેટે ડિઝાસ્ટર રિસ્પોન્સે Force (SDRF) તથા સિવિલ ડિફેન્સના જવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.આ બેઠક દરમિયાન વિવિધ આપત્તિ પરિસ્થિતિઓમાં બચાવ અને રાહત કામગીરી કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે હાથ ધરવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચોમાસા દરમિયાન ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીનું જીવંત પ્રદર્શન પણ યોજાયું હતું.વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમર એ જણાવ્યું હતું કે શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તમામ જરૂરી સાધનો અને તાલીમ સાથે સજ્જ છે. વિવિધ વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન મજબૂત કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ આપત્તિ સમયે નાગરિકોને તાત્કાલિક મદદ પહોંચી શકાય. 

વડોદરા પોલીસની આ આગોતરી તૈયારી અને સંકલિત આયોજન નાગરિકોની સુરક્ષા માટે તંત્રની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડોદરા શહેરના પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચનાથી વડોદરા સિટી પોલીસ દ્વારા “મોનસુનની પૂર્વતૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ , નેશનલ દિશાસ્ટર રિસ્પોન્સે ફોર્સ (NDRF), સ્ટેટે ડિઝાસ્ટર રિસ્પોન્સે ફોર્સ (SDRF) તથા વડોદરા ફાયર & ઈમરજન્સી સર્વિસના સહયોગથી મોનસુન દરમિયાન ઉપયોગમાં લેવાતી વિવિધ સાધનસામગ્રીનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ તાલીમ અને પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ, ફાયર વિભાગ, NDRF અને SDRFના અધિકારીઓ સહિત કુલ ૫૦૦થી વધુ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વિવિધ ડિઝાસ્ટર રિસ્પોન્સ સાધનોની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

Reporter: admin

Related Post