બેઇજિંગ: ચીને માનવયુકત અંતરિક્ષ કાર્યક્રમ માટે બે પાકિસ્તાની અંતરિક્ષ યાત્રીઓને પસંદ કર્યા છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સે ચીનના સરકારી પ્રચાર કરતી સીસીટીવીને ટાંકીને માહિતી આપી છે. આ સાથે જ ચીને પોતાના અંતરિક્ષ કાર્યક્રમ માટે પ્રથમવાર કોઇ વિદેશી અંતરિક્ષયાત્રીઓની પસંદગી થઇ છે. આ બંને પાકિસ્તાની અંતરિક્ષયાત્રીઓ પ્રશિક્ષણ માટે ચીન જશે.
તમામ પ્રકારનું પ્રશિક્ષણ અને મૂલ્યાંકન પુરું થયા પછી એક અંતરિક્ષયાત્રી પેલોડ સ્પેશિયાલિસ્ટ તરીકે જયારે બીજા ફલાઇટ મિશનમાં ભાગ લઇને ચીનના સ્પેસ સ્ટેશને જશે. ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆ મુજબ એક પાકિસ્તાની અંતરિક્ષયાત્રીનું નામ જીશાન અલી અને બીજાનું નામ ખુરમ દાઉદ છે.
Reporter: admin







