News Portal...

Breaking News :

ચીનમાં 6 ટોચના સૈન્ય અધિકારીઓ સહિત અનેક નેતાઓને પદ પરથી હટાવાયા

2026-06-29 15:58:53
ચીનમાં 6 ટોચના સૈન્ય અધિકારીઓ સહિત અનેક નેતાઓને પદ પરથી હટાવાયા

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વ હેઠળ ફરી એકવાર સૈન્ય અને રાજકીય તંત્રમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. ચીનની સર્વોચ્ચ વિધાનસભા નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)એ છ સૈન્ય પ્રતિનિધિઓ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને તેમના પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ કાર્યવાહી પાછળનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

ચીની સરકારી સમાચાર એજન્સી શિનહુઆના અહેવાલ મુજબ, હટાવવામાં આવેલા અધિકારીઓમાં સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઇક્વિપમેન્ટ ડેવલપમેન્ટ વિભાગના વડા જનરલ શૂ શ્યુછિયાંગનું નામ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ ચીનના માનવ અવકાશ કાર્યક્રમના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા.

આ ઉપરાંત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પોલિટિકલ કમિશનર જનરલ લી ફેંગબિયાઓ, એરફોર્સના પોલિટિકલ કમિશનર જનરલ ગુઓ પુક્ષિયાઓ, ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના વાંગ કાંગપિંગ, સાયબરસ્પેસ ફોર્સના ઝાંગ મિંગહુઆ અને સૈન્ય અધિકારી યિન હોંગશિંગને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. રાજકીય વિશ્લેષકો આ પગલાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અથવા સૈન્યમાં આંતરિક અસંતોષ પર નિયંત્રણના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

Reporter: admin

Related Post