News Portal...

Breaking News :

MSUમાં બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ

2026-06-29 15:26:17
MSUમાં બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડની 118મી જન્મજયંતિ નિમિત્તે લોટસ ગાર્ડનમાં સ્થાપિત કરવામાં આવેલા બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે નિર્મિત વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બ્રાસ લોટસ સ્કલ્પચરનું અનાવરણ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓ પરિવારના સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સમરજીતસિંહ ગાયકવાડ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. બાલચંદ્ર ભાનંગે, રજિસ્ટ્રાર કે. એમ. ચુડાસમા, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, અધિકારીઓ તેમજ યુનિવર્સિટી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના શૈક્ષણિક અને સામાજિક યોગદાનને સ્મરણ કરતાં આયોજિત કાર્યક્રમમાં તેમના કાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના લોટસ ગાર્ડનમાં સ્થાપિત બ્રાસ લોટસ સ્કલ્પચર કેમ્પસની સુંદરતા અને ઐતિહાસિક વારસામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post