દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવની સ્થિતી વચ્ચે ચીને ભારતનું નાક દબાવવા માટે કેટલીક ચીજોની ભારતમાં નિકાસ પર નિયંત્રણો મૂકી દેતાં ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી થઈ ગઈ છે.
ચીનનાં નિયંત્રણોની અસર સંખ્યાબંધ ક્ષેત્રો પર થઈ છે પણ સૌથી ખરાબ અસર ઈલેક્ટ્રોનિક્સ, સોલર પાવર અને ઈલેક્ટ્રિકલ વ્હીકલ ઉદ્યોગને થઈ છે કેમ કે આ ઉદ્યોગો સંપૂર્ણપેણ ચીનથી થતી આયાત પર નિર્ભર છે. ભારતમાં ટુ-વ્હીલર ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટેની બેટરીઓ અને સોલર પાવર માટેની સોલર પેનલો જ્યારે ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ માટે તો ચીપ્સથી માંડીને બોડી સુધીનું બધું ચીનથી આવે છે.
ચીને આ ઉદ્યોગો માટેનાં ઈક્વિપમેન્ટ ભારતમાં મોકલવા પર પણ નિયંત્રણો લાદી દેતાં ભારતના મધ્યમ અને નાના ઉદ્યોગોનો બે બાજુથી મરો થઈ ગયો છે. એક તરફ કાચા માલની અછતના કારણે હાથમાં જે ઓર્ડર છે એ પૂરા કરી શકાતા નથી તેથી ઓર્ડરો ધડાધડ કેન્સલ થઈ રહ્યા છે. બીજી તરફ મશીનરી અને ઈક્વિપમેન્ટ નથી આવતાં તેથી પ્રોડક્શન વધારવા માટે વિસ્તરણ કરી શકાતું નથી. પ્રોડક્શન વધારે તો ઉત્પાદન ખર્ચ ઘટે અને વધતી જતી ડીમાન્ડને પણ સંતોષી શકાય પણ ચીને એવી હાલત કરી નાંખી છે કે, બંને મોરચે આપણા ઉદ્યોગો માર ખાઈ રહ્યા છે.
Reporter: admin