News Portal...

Breaking News :

ટાટીયા ખેંચ પ્રવૃત્તિ,આ વખતની સાંસદની ચૂંટણી ખૂબ જ ઓછા ખર્ચમાં પતી ગઈ,સસ્તામાં સિદ્ધપુરની જાત્રા નહી સસ્તામાં દિલ્હી તરફ પ્રયાણ

2024-05-04 15:57:02
ટાટીયા ખેંચ પ્રવૃત્તિ,આ વખતની સાંસદની ચૂંટણી ખૂબ જ ઓછા ખર્ચમાં પતી ગઈ,સસ્તામાં સિદ્ધપુરની જાત્રા નહી સસ્તામાં દિલ્હી તરફ પ્રયાણ


લોકોના મતથી ચૂંટાય એ શૂન્ય અને સંગઠન સર્વોપરી!!! 


 

 ૨૦૨૪ ની લોકસભા ચુંટણીઓ ના મતદાનને આડે માંડ ૭૨ કલાક બાકી છે.જિલ્લામાં વિધાનસભાની વાઘોડિયા બેઠકની પેટાચૂંટણી પણ છે.અને જો માહોલની વાત કરીએ તો આનાથી વધુ હલચલ,ચહલ પહલ અને ઉત્તેજના મહાનગર પાલિકાની કાઉન્સિલરોની ચુંટણીમાં હોય છે.આ વખતે મુખ્ય હરીફ ઉમેદવારોએ પ્રચાર મોટેભાગે વિવિધ વિસ્તારોમાં ફેરણી,વિવિધ વર્ગો અને વ્યવસાયિકોના સંમેલનો અને લોક સંપર્ક દ્વારા થયો છે.નીરસ વાતાવરણના ઘણાં કારણો છે.
  સૌથી પહેલું કારણ સ્પર્ધાનો લગભગ અભાવ છે.મુખ્ય હરીફ પક્ષ કોંગ્રેસમાં કોઈ શહેરી નેતા હાર નિશ્ચિત હોવાથી ઉમેદવારી કરવા તૈયાર ન હતો.આ ઉપરાંત આવકવેરાની તવાઈના લીધે પાર્ટી દ્વારા ભંડોળ ફાળવણી અનિશ્ચિત હતી.સ્વાભાવિક છે કે પોતાના પૈસા ખર્ચી,ચુંટણી હારી જઈને પ્રતિષ્ઠા ગુમાવવા કોઈ તૈયાર ન હતું.
  એટલે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય  જશપાલસિંહ પઢિયારે અંતે ઉમેદવારી કરવાનું સ્વીકાર્યું એમની હિંમતને દાદ આપવી પડે.તેઓ વડોદરા લોકસભા બેઠકના મતદાર નથી.એટલા બધા સાધન સુવિધાસંપન્ન નથી.તેમ છતાં,ચુંટણી લડવા તૈયાર થયા છે.શહાદત નક્કી હોય તો ય મોરચે જવાનું સાહસ ખેડે એ ખરો શૂરવીર ગણાય.
  
  


 હરીફાઈનો અભાવ અને ભાજપમાં આંતરિક ગ્રજગ્રાહને લીધે ચુંટણીનો માહોલ જોઈએ તેવો જામતો નથી.

 ભાજપના ઉમેદવાર માટે મેદાન સાફ છે છતાં પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે.ચુંટણી સમયે જ ચારેકોરથી પાણી સહિતની સુવિધાઓના  અભાવની હોળી સળગી છે.અને આ વિખવાદ મોટેભાગે પક્ષના અસંતુષ્ટ જૂથો પ્રેરિત છે નહિ કે વિરોધ પક્ષ પ્રેરિત.ક્યાંક ક્યાંક લોકોને રસ્તો નથી બન્યો કે પાણી નથી મળતું નો વિરોધ આગળ ધરી મતદાનનો બહિષ્કાર કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
 જિલ્લા ચૂંટણી તંત્રે મતદાન જાગૃતિના ભરચક પ્રયાસો કર્યા છે.ઉનાળાને અનુલક્ષીને મતદાન મથકો પર છાંયડા માટે મંડપ બાંધવા,પાણીની સુવિધા રાખવી, ઓઆરએસ પેકેટ્સ ઉપલબ્ધ કરાવવા જેવા પ્રબંધો કરવામાં આવી રહ્યા છે જેથી મતદારો પ્રોત્સાહિત થાય.ત્યારે પાર્ટીની જૂથબંધી જાણે  કે ઓછું મતદાન કરાવવા સંકલ્પબદ્ધ છે.
   ઉમેદવાર નવા છે,યુવા છે,શિક્ષિત છે. સંસદમાં એમની બેઠક નિશ્ચિત થઈ ગઈ છે કારણ કે મોદી સાહેબ પસંદ કરે એને લોકો વધાવી જ લે.
  પરંતુ તેના લીધે ક્યાંક પક્ષના સિનિયર અને વર્ષોથી જાન ખપાવી દેનારા નેતાઓને હાંસિયામાં ધકેલી દેવાયાની લાગણી પીડી રહી છે.તેમાંય સંગઠન સર્વોપરીની જીદને લઈને એમની સાથે અપમાન લાગે તેવું વર્તન પણ થયું છે.ઉમેદવાર ફેરણી માટે નીકળ્યા હોય અને વડીલ જેવા પૂર્વ ધારાસભ્ય સામે મળે તો એમને વાહનમાં ઉમેદવારની સાથે ઊભા રાખવાનું સૌજન્ય બતાવવાની તૈયારીનો અભાવ સોચનીય છે.



ચૂંટણી રીઝલ્ટ આવ્યા બાદ વડોદરાના શહેર સંગઠનમાં ફેરફાર થાય તો નવાઈ નહીં.


લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ  શહેરમાં વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો હતો. જેની નોંધ પ્રદેશ અને દિલ્હી સુધી લેવામાં આવી છે. કે થોડા દિવસ અગાઉ જ   એક નેતા વડોદરા આવીને  સંગઠન કોર્પોરેટર ધારાસભ્યને  ક્લાસ લઈ ચૂક્યા છે. વડોદરા શહેરમાં શું ચાલે છે તેની નોંધ પ્રદેશ અને દિલ્હીને સુધી ખબર છે. લોકસભાની ચૂંટણી રીઝલ્ટ આવ્યા બાદ વડોદરાના શહેર સંગઠનમાં ફેરફાર થાય તો નવાઈ નહીં. કેટલાક સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ બદલાઈ શકે છે તો કેટલાકના રાજીનામાં લેવાઈ શકે છે. આ વખતની સાંસદની ચૂંટણી ખૂબ જ ઓછા ખર્ચમાં પતી ગઈ અત્યાર સુધીની કદાચ આ ચૂંટણી ઓછામાં ઓછા ખર્ચથી થઈ રહી છે.સસ્તામાં સિદ્ધપુરની જાત્રા નહી સસ્તામાં દિલ્હી તરફ પ્રયાણ..
   વડોદરા વ્હાલું હોવા છતાં મોદી સાહેબે વડોદરા આવવાનું ટાળ્યું છે. આણંદથી વડોદરા થઈને ઉડવાનો વિકલ્પ છે છતાં વડોદરા હવાઈ મથકે પણ નથી આવ્યા.હા, દરેક ઉમેદવારને જીતાડવાનો અનુરોધ કરતો ભાવ પત્ર એમણે પાઠવ્યો છે.તેમની નારાજગી આ રીતે પ્રદર્શિત થઈ છે છતાં બધા પોતપોતાના તાનમાં મશગુલ છે.
   ગૃહ મંત્રી અમિતભાઈ શાહની વિજય વિશ્વાસ યાત્રા પહેલીવાર ચાર દરવાજા વિસ્તારમાં યોજાઈ.કદાચ આયોજકોને ડર હતો અત્યારે જે ઉદાસીનતા દેખાઈ રહી છે તેના લીધે અન્ય મુખ્ય વિસ્તારોમાં ટોળા ભેગા કરવા મુશ્કેલ બનશે.ચાર દરવાજા વિસ્તાર તો સાંકડો છે એટલે આપોઆપ ભીડ દેખાય અને શાન સચવાઈ જાય.   પહેલા લોકસભાની ચૂંટણીમાં  કોઈ સ્ટાર પ્રચારક આવે  કે ગૃહ મંત્રી  પબ્લિક ભેગી થતી હતી  હવે પક્ષે પબ્લિકને ભેગી કરવા માટે  બાર ફૂટ્યા બોલાવવાનો વારો આવ્યો હતો.
   સત્તા પક્ષને આમ લોકોની સાથે બૌદ્ધિકો અને વ્યવસાયિકો, ઉદ્યોગપતિઓનું નક્કર પીઠબળ છે.પાર્ટીના સંગઠનમાં આ લોકોનું પ્રભુત્વ છે.તકલીફ એ છે કે આ વર્ગમાં બધાને મારાથી મોટો રણનીતિકાર કોઈ નથી એવો અહમ છે અને અહમનાં  ટકરાવને લીધે આંતરિક વિખવાદ ઉદભવે છે.અને કાર્યકરોમાં ચુંટણીનો ઉત્સાહ મરી જાય છે.
   જો કે આ બધી વિષમતાઓ હોવા છતાં મોદી સાહેબ અને અમિતભાઈના નામનો,મોદીની ગેરંટીનો જાદુ ચાલવાનો છે એટલે ભારે બહુમતથી વિજય નક્કી છે.અને વિજયના બાપ બનવા પડાપડી થાય છે પણ પરાજયને માથે લેવા કોઈ તૈયાર નથી થતું.એટલે જેટલી વધુ લીડ મળશે એટલી બધા નેતાઓ મૂછો વધુ આમળશે અને વિજયના ખરા સૂત્રધાર શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ આ લોકોને જોઈને મૂછમાં મલકાશે.ગમે તેટલો મોટો વિજય થશે પણ પક્ષની આંતરિક ખેંચખેંચ વિજયને ઝાંખો કરશે.

Reporter: News Plus

Related Post