CBSE 12મા પરિણામ સંબંધિત પ્રક્રિયા લંબાઈ: વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે નવી ડેડલાઇન જાહેર
CBSEએ 12મા ધોરણની આન્સર શીટના વેરિફિકેશન અને રી-ઇવેલ્યુએશન માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જૂનથી વધારીને 7 જૂન કરી દીધી છે. બોર્ડે આ નિર્ણય વિદ્યાર્થીઓને વધુ સમય આપવા અને પોર્ટલ પર ઉભી થયેલી તકનીકી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લીધો છે.CBSEએ 2 જૂનથી પોસ્ટ-રિઝલ્ટ સર્વિસિસ માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું, પરંતુ શરૂઆતથી જ વિદ્યાર્થીઓને આન્સર શીટ જોવા અને અરજી પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ, બોર્ડે પોર્ટલ પર થયેલા સાયબર હુમલાના કેસમાં FIR નોંધાવી છે અને દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે.
CBSEના જણાવ્યા મુજબ, પોર્ટલ પર સતત ત્રણ દિવસ સુધી ‘ડિનાયલ ઓફ સર્વિસ’ પ્રકારના હુમલા થયા હતા, જેને સમયસર નિયંત્રિત કરવામાં આવ્યા હતા.અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 70,433 અરજીઓ મળી છે, જેમાં 7,314 વેરિફિકેશન અને 63,119 રી-ઇવેલ્યુએશન અરજીઓનો સમાવેશ થાય છે.બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી કોઈપણ પ્રકારનો ડેટા લીક અથવા અનધિકૃત પ્રવેશનો કેસ સામે આવ્યો નથી. સાયબર સુરક્ષા માટે IIT કાનપુર, IIT મદ્રાસ, CERT-In સહિતની એજન્સીઓએ સહયોગ આપ્યો છે.આ મામલો પરિણામ બાદ ઉભા થયેલા વિવાદો અને ટેકનિકલ ખામીઓ વચ્ચે વધુ ચર્ચામાં આવ્યો છે.
Reporter: admin







