News Portal...

Breaking News :

કેનેડાના સરેમાં ગોળીબાર-આગચંપી કેસમાં 3 ભારતીયોને સજા, એકને 5 વર્ષની કેદ

2026-06-11 16:51:52
કેનેડાના સરેમાં ગોળીબાર-આગચંપી કેસમાં 3 ભારતીયોને સજા, એકને 5 વર્ષની કેદ


કેનેડાના સરેમાં ગોળીબાર-આગચંપી કેસમાં 3 ભારતીયોને સજા, એકને 5 વર્ષની કેદ

કેનેડાના સરે શહેરમાં ફેબ્રુઆરી 2026માં થયેલા ફાયરિંગ અને આગચંપી કેસમાં ત્રણ ભારતીય યુવકોને અદાલતે દોષિત ઠેરવી સજા ફટકારી છે. સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આ ઘટનામાં અંધાધૂંધ ગોળીબાર બાદ એક ઘરની બહાર આગ લગાવવામાં આવી હતી.સરે પોલીસ સર્વિસ (SPS) અનુસાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે લગભગ 3:50 વાગ્યે મળેલી સૂચના બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે પુરાવા એકત્ર કરી CCTV અને સાક્ષીઓના આધારે ત્રણ શંકાસ્પદોને ઝડપી લીધા હતા, જેમની ઓળખ હરજોત સિંહ, તરનવીર સિંહ અને દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી.પછી અદાલતમાં ત્રણેયે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અદાલતે તરનવીર સિંહને 5 વર્ષની જેલની સજા ફટકારી છે, જ્યારે દયાજીત સિંહ બિલિંગને 27 મહિના અને હરજોત સિંહને 25 મહિનાની સજા સંભળાવવામાં આવી છે.સરે પોલીસે જણાવ્યું કે ઝડપી તપાસ અને પુરાવા એકત્ર કરવાની કામગીરીના કારણે કેસ મજબૂત બન્યો હતો અને આરોપીઓને સજા મળી શકી હતી. પોલીસનું કહેવું છે કે જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ઘટનાઓમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Reporter: admin

Related Post