News Portal...

Breaking News :

સાંગમા ગામે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

2026-06-11 16:31:31
સાંગમા ગામે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું


સાંગમા ગામે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું 

વડોદરા,તા.૧૧: સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના સાંગમા ગામે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાન્ટ તેમજ તેની આસપાસના વિસ્તારમાં જમા થયેલ કચરો, ઘાસ-ઝાંખરા અને ગંદકી દૂર કરીને સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી અશોકભાઈ પરમાર,ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ સ્વચ્છતા જાળવવા, ગંદા પાણીના યોગ્ય નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામના સંકલ્પ સાથે ગ્રામજનોએ નિયમિત સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કામગીરી દ્વારા ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત થાય તેવો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો.

Reporter: admin

Related Post