દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની ચોરી કરવામાં આવી છે.
તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચના સહયોગથી આ રાજ્યોમાં જીત મેળવી છે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘આસામ અને બંગાળ એ વાતના સ્પષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકોની ચોરી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોઈ નવી વાત નથી અને અગાઉ પણ આવી 'પ્લેબુક' જોવા મળી છે. તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રકારના આરોપો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું, 'ચૂંટણીની ચોરી, સંસ્થાઓની ચોરી... હવે બીજો કોઈ રસ્તો જ શું છે!'
Reporter: admin







