હવામહલ: રાજસ્થાનમાં હવામહલ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું છે.
જયપુરના કેટલાક કોર્પરેટરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ કોર્પોરેટરોનું શુદ્ધીકરણ કરવા માટે બાલમુકુંદે એમના પર ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કર્યો હતો. બાલમુકુંદે જયપુર હેરીટેજ નિગમની ઓફિસમાં પણ ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને યજ્ઞા કરાવ્યો હતો.
બાલમુકુંદે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરો 'શુદ્ધ' થયા. રાજસ્થાનમાં આ 'શુદ્ધીકરણ'નો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
Reporter: admin